તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે રામ સૂરિશ્વરજીની તિથિએ શહેરમાં અનાથો અને ભિક્ષુકોને ભોજન કરાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે રામ સૂરિશ્વરજીની તિથિએ શહેરમાં અનાથો અને ભિક્ષુકોને ભોજન કરાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મોક્ષરત્નસૂરિએ જણાવ્યું હતુંકે, પૂજ્ય દાદા ગુરુદેવની 12મી સ્વર્ગારોહણ તિથિ છે. નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દાદાગુરુ 12 વર્ષ પહેલા સુરતમાં કૈલાસનગર જૈન સંઘ ખાતે બિરાજમાન હતા ત્યારે લાખો હૈયાઓને રડતાં છોડીને સ્વર્ગે સિધાવ્યા હતા. તેમની પાલખી યાત્રામાં અંદાજે 5 લાખ લોકો જોડાયા હતા. પાલ સ્થિત તાપી કિનારે તેમને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યા હતા. ત્યારે માત્ર પાંચ મિનિટમાં ગુરુભક્તોએ મળીને જગ્યા ખરીદી લીધી હતી અને ત્યાં ગુરુ રામપાવન ભૂમિનું નિર્માણ ગચ્છાધિપતિ અભયદેવસૂરિ અને મોક્ષરત્નસૂરિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. અહીં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો ભક્તો દાદાગુરુની ચરણપાદુકાના દર્શનાર્થે આવે છે. દેશભરમાં તેમની તિથિએ બાળાશ્રમોમાં મિષ્ટાન સાથે ભોજન આપવામાં આવે છે.રામસૂરિના ઉત્તમ સંયમજીવન તથા અતિચુસ્ત આચાર પાલનથી સમગ્ર જૈનશાસનમાં એક આદર્શ મહાપુરુષ હતા. આજે પણ તેઓની ક્રિયા ચુસ્તતા તથા સંયમજીવન સેંકડો માટે આદર્શ તથા આલંબન છે. આજે ગુરુરામ પાવન ભૂમિ ખાતે પણ કુલચંદ્ર સૂરિજી અને ડહેલાવાળા સમુદાયના સાધુ-સાધવીજીની નિશ્રામાં ગુણાનુવાદ, પ્રવચન, સામાયિક, આયંબિલ તપ, દાદાગુરુનો અગ્નિસંસ્કાર સમય એવો સાંજે 5.03 કલાકે દિપ પ્રાગટ્ય, આરતી અને ધર્મઆરાધનાઓ થશે.

દાદાગુરુના અગ્નિ સંસ્કાર સ્થળે ગુરુરામ પાવન ભૂમીની સ્થાપના કરવામાં આવી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો