તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રાજપીપળા અંકલેશ્વર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા-અંકલેશ્વર ટ્રેનને ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપલા અંકલેશ્વર બ્રોડગેજ ટ્રેન સવારે અને સાંજે બે ટાઈમ રાજપીપલા આવે છે, લાઇન પર આમલેથા અને કુમસગામ વચ્ચે લગભગ 100 મીટર લાઈનના બંને બાજુના પાટાને ફિટ કરવામાં આવતી પેડલ ક્લિપ એક બાજુ ની 30 અને બીજી બાજુ ના 50 જેટલી ક્લિપો મળી કુલ 80 જેટલી પેડલ ક્લીપો કાઢી કોઈ અજાણ્યા ઈસમો લઈ ગયાનું જણાયું હતું. પેડલ કલીપને કારણે પાટા જમીન સાથે અને એકમેક સાથે જોડાયેલા રહે છે અને ટ્રેનનું એલાઇમેન્ટ જાળવે છે.

સ્થાનિક ગેંગમેનને ચેકીંગ દરમ્યાન પેડલ કલીપ નહિ હોવાનું જણાતાં તે ચોંકી ઉઠ્યો હતો અને તાત્કાલિક આમલેથા પોલીસને જાણ કરી હતી. જેથી પોસઈ એ.ડી.મહંત તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા અને રેલ વિભાગને જાણ કરતાં અંકલેશ્વર, ભરૂચ અને સુરતથી રેલવે અધિકારીઓ દોડી આવ્યાં હતાં.અને તાત્કાલિક અસરથી ટ્રેકનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું અને સાંજે આવતી ટ્રેન ટ્રેક પરથી પસાર કરાઇ હતી.

નર્મદા જિલ્લાના આમલેથા અને કુમસ ગામ વચ્ચે રેલવે ટ્રેક પરથી કોઇ અજાણ્યા ઇસમો દ્વારા પાટાની બન્ને બાજુની 80 જેટલી પેડલ કલીપ કાઢી નાંખવામાં આવી હતી. જોકે ગેંગમેનની સતર્કતાને પરિણામેે ટ્રેન ઉથલાવવાનું કાવતરું નિષ્ફળ થયું છે. બનાવના પગલે પોલીસ અને રેલવેના અધિકારીઓ દોડી આવી તપાસ હાથ ધરી હતી.

રેલવે વિભાગ નિષ્ક્રિય

અંકલેશ્વર-રાજપીપળા વચ્ચેની નેરોગેજ લાઇનને બ્રોડગેજ કરાઇ છે .જેમાં રેલવે વિભાગની નિષ્ક્રીયતા જોવા મળી છે.સ્ટાફની અછત છે.સુરક્ષા માટે પોલીસની વ્યવસ્થા કરાઇ નહિ હોવાની ફરિયાદો ઉઠી છે.

કલીપ વિના ટ્રેન પાટા પરથી ઉતરી જવાની શકયતા

રેલવેટ્રેક પર નાંખવામાં આવતાં પેડલ કલીપ એકદમ સામાન્ય છે.બજારમાં તેની કોઇ કિંમત નથી પણ તે પાટાને સ્લીપર સાથે જકડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કલીપ વિના પાટા હલી જતાં ટ્રેન ઉથલી પડવાની પુરેપુરી શકયતા રહેલી છે.

અંકલેશ્વર, ભરૂચ અને સુરતથી રેલવે અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા

આમલેથા અને કુુમસ વચ્ચે બંને પાટાની 80 પેડલ ક્લિપો કાઢી નાખવામાં આવી

ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર હોઇ શકે

^રેલવે ટ્રેક પરથી પેડલ કલીપ કાઢી નાખવાનો ઇરાદો ટ્રેનને ઉથલાવવાનું ષડયંત્ર હોઇ શકે છે. બાબતે રેલવે એકટની કલમ હેઠળ આમલેથા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ છે. > રીતરામપટેલ, રેલવેસુરક્ષા અધિકારી

એક પણ કલીપ ચોરાઇ નથી

^બદ ઈરાદાથી કૃત્ય કરાયું છે. રેલવે વિભાગ બાબતે પોલીસ ફરિયાદ આપી છે. લગભગ 80 જેટલી પેડલ ક્લિપ કાઢી નાખવામાં આવી હતી પરંતુ એક પણ ચોરાઈ નથી એટલે આવું કેમ કરવામાં આવ્યું તેની તપાસ કરી રહ્યા છે. > એ.ડીમહંત, PSI,આમલેથા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો