તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • ન્યૂ બોમ્બે માર્કેટનો વેપારી રૂપિયા 1.62 કરોડનું ફુલેકું ફેરવી ફરાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂ બોમ્બે માર્કેટનો વેપારી રૂપિયા 1.62 કરોડનું ફુલેકું ફેરવી ફરાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ન્યૂ બોમ્બે માર્કેટમાં 20થી વધુ વેપારીઓને કરોડો રૂપિયા ચાઉં કરી એક ઠગ વેપારી છૂ થઇ ગયો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સરથાણા જકાતનાકા પાસે સંસ્કાર વિલા સોસાયટીમાં રહેતા જીવરાજ ઠાકરશી ઈટાલિયા ગ્રે-કાપડનો વેપાર કરે છે. ન્યૂ બોમ્બે માર્કેટમાં શ્રી કુબેરજી સિલ્ક માર્કેટના નામથી કાપડનો પંકજ મહેન્દ્ર જૈને ભાગીદાર અરવિંદ બાબુલાલ પુરોહિત સાથે વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં બંને વેપારીઓ કાપડનાં લાખોની રકમના નાણાં વાયદા પ્રમાણે ચુકવી દેતા હતા, જેથી સમય જતાં અનેક વેપારીઓએ ઠગો પર આંધળો વિશ્વાસ મુકી દીધો હતો.

ગત ઓકટોબર માસમાં કાપડ દલાલ જયેશ ગજેરા હસ્તક પંકજ જૈને અને ભાગીદાર અરવિંદ પુરોહિતે ગ્રે-કાપડનો કરોડો માલ ક્રેડીટ પર ખરીદ્યો હતો. જો કે, ત્રિપુટીએ જાણે ઉઠમણું કરવા ધંધો શરૂ કર્યો હોય તેમ હાલમાં બંને વેપારીની માયાજાળમાં 20થી વધુ વેપારીઓના રૂ.1.62 કરોડની રકમ સલવાઈ ગઈ છે. દુકાને ઉઘરાણી માટે વેપારીઓ આવતાં હોવાથી છેવટે તેઓ દુકાન પણ બંધ કરી દલાલ સાથે ફરાર થઈ ગયા છે. હાલમાં વરાછા પોલીસે ચીટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઉપરાંત એક અન્ય કિસ્સામાં છેલ્લા એક મહિનામાં અમરોલી કોસાડ આવાસની પાસે સરદારનગરમાં રહેતા વેપારી પિયુશ ધીરૂ મોણપરા રૂ. 3.90 લાખનું કાપડ ઉધારીમાં લઈને નાણાં નહીં ચુકવી દુકાન બંધ કરી ભાગી ગયો હતો. બનાવ અંગે વેપારીએ વરાછા પોલીસમાં તેના વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

ગ્રે કાપડના વેપાર સાથે સંકળાયેલા 20થી વધુ વેપારીઓનાં કરોડો રૂપિયા લઈ દુકાને તાળાં લટકાવી દઇ છૂ થઇ ગયા

ભાગીદાર અને દલાલ સાથે મળીને છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો