તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • વિશ્વમાં ભારત મહાસત્તા હશે અને અખંડ ભારતનું નિર્માણ થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વમાં ભારત મહાસત્તા હશે અને અખંડ ભારતનું નિર્માણ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેવરાહા બંસબાબા માત્ર માચડા પર રહે છે. અને ક્યારેય તેઓ જમીન પર પગ મુક્તા નથી. તેમના ભક્તો માત્ર દેશમાં નહીં પણ વિદેશમાં પણ મોટી સંખ્યામાં વસેલા છે. હાલના દેવરાહ હંસ બાબાના અવતાર માનવામાં આવે છે. તેમના પરચાઓ પણ ખુબ વિખ્યાત છે. તેઓએ યુપીમાં ભાજપને મળેલી પૂર્ણ બહુમત અને પ્રચંડ જીતને લઈ થોડા સમય પૂર્વે આગાહી કરી હતી જે સાચી પડી હતી.

ઉપરાંત તેઓએ આગામી સમયમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પૂર્ણ બહુમતિ મળશે તેવી આગાહી કરી છે. હાલમાં વિશ્વમાં એક દિવસ એવો પણ આવશે જ્યારે અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓ પણ ભારતને નતમસ્તક થઈને રહેશે. ઉપરાંત વિશ્વમાં અખંડિત ભારતનું નિર્માણ થશે જેમાં વિશ્વના દેશો સંમેલિત થઈ જશે. બાબાએ અગાઉ પણ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા આતંકવાદી હુમલા વખતે બાબાએ અગાઉ આગાહી કરી હતી. ઉપરાંત બાબાએ ભારતમાં સંસદ પર આંતકવાદીઓ દ્વારા કરાયેલા હુમલા અંગે અગાહી કરી હતી. વળી પ્રધાનમંત્રીએ લાગુ કરેલ નોટબંધી પર પણ આગાહી કરી હતી.

રામ મંદિર તો હવે બની રહેશે

બાબાએજણાવ્યું હતું કે, અયોધ્યામાં રામ મંદિર બનીને રહેશે. જ્યારે બાબરી ધ્વંસનો ઘટનાક્રમ બન્યો ત્યારે વીએચપીના વડા અશોક સિંઘલે રામ મંદિર બનશે કે નહીં તે બાબતે બાબા પાસે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે બાબાએ તેમને આશ્વત કર્યા હતા અને કહ્યું હતું કે, અયોધ્યામાં રામમંદિર બનશે અને તે પણ સરકાર બનાવે પણ કાયદામાં રહીને. હાલ યુપીમાં સરકાર આવ્યા પછી થોડા સમય પછી યુપી સરકાર આવ્યા પછી થોડા સમય રામમંદિર બનશે તેમ બાબાએ જણાવ્યું હતું.

બાબાની ઘણી આગાહીઓ સાચી પડી

બાબાએ વર્લ્ડ સેન્ટર પર હુમલો, ઈન્ડિયામાં સંસદ ભવન પર હુમલો, નોટબંધી જેવી અનેક બાબતો પર આગાહી કરી હતી. જે તમામ આગાહીઓ સાચી પડી હતી. તેઓ પોતાના માચડા પર રહે છે. અને તેમના દર્શન કરવા માટે મોટા મોટા રાજનેતા અને ધર્મસંતો પણ આવે છે. કોંગ્રેસ પાર્ટીને પંજાનું નિશાન પણ દેવરાહા બાબાનીજ ભેટ છે.

‘ગુજરાતની આવનારી ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ભાજપની સરકાર બનશે’ દેવરાહા હંસ બાબાની આગાહી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો