તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભરૂચ સ્ટેશન પર ટ્રેનમાં ચોરી કરતા સુરતનો ગઠિયો ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ સ્ટેશન પર ટ્રેનમાં ચોરી કરતા સુરતનો ગઠિયો ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના હાજીખાના બજાર વિસ્તારમાં રહેતી પારૂલ હેમંત મિસ્ત્રી ગત 16મી ઓગષ્ટ 2016ના રોજ ક્યાં જઇ રહ્યાં હોવાને કારણે તેઓ ભરૂચ સ્ટેશનેથી વલસાડ દાહોદ ઇન્ટરસિટી ટ્રેનમાં લેડીઝ ડબ્બામાં બેસવા જઇ રહ્યાં હતાં. તે વેળાં ધક્કામુક્કીનો લાભ લઇ કોઇ ગઠિયાએ તેમના બેગમાંથી રૂપિયા 16 હજારની મત્તાનો એક મોબાઇલ તેમજ રોકડા રૂપિયા 3 હજારની ચોરી કરી રફુચક્કર થઇ ગયો હતો. દરમિયાન થોડા સમય બાદ પારૂલ મિસ્ત્રીને મોબાઇલ તેમજ રોકડની ચોરીની જાણ થઇ હતી. ઘટનાને પગલે તેમણે ભરૂચ રેલવે સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સૂરત રેલવે પોલીસ રાકેશ બુદ્ધિસાગર ચૌહાણ ( રહે. એકતા નગર, અડાજણ રોડ, સૂરત) ની ધરપકડ કરી હતી. દરમિયાન તેણે પારૂલ મિસ્ત્રીનો મોબાઇલ ચોરી કર્યો હોવાનું માલુમ પડતાં ભરૂચ રેલવે પોલીસે તેની ધરપકડ કરી હતી.

મહિલાનો મોબાઇલ, 3 હજાર રૂ.ની ચોરી કરી હતી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો