તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રાજપીપળા અંકલેશ્વર ટ્રેનને ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા- અંકલેશ્વર ટ્રેનને ઉથલાવવાનું કાવતરૂ નિષ્ફળ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપીપલા અંકલેશ્વર બ્રોડગેજ ટ્રેન સવારે અને સાંજે બે ટાઈમ રાજપીપલા આવે છે, લાઇન પર આમલેથા અને કુમસગામ વચ્ચે લગભગ 100 મીટર લાઈન ના બંને બાજુના પાટા ને ફિટ કરવામાં આવતી પેડલ ક્લિપ એક બાજુ ની 30 અને બીજી બાજુ ના 50 જેટલી ક્લિપો મળી કુલ 80 પેડલ ક્લીપો કાઢી નંખાઈ હતી.આ પેડલ કલીપને કારણે પાટા જમીન સાથે અને એકમેક સાથે જોડાયેલા અને ટ્રેનનું એલાઇમેન્ટ જાળવે છે. ગેંગમેનને ચેકીંગ દરમ્યાન પેડલ કલીપ નહિ હોવાનું જણાતાં તેચોકી ઉઠ્યો હતો અને તાત્કાલિક આમલેથા પોલીસને જાણ કરી હતી. પોસઈ એ.ડી.મહંત તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યાં હતાં. જાણ કરાતા અંકલેશ્વર, ભરૂચ અને સુરતથી રેલવે અધિકારીઓ દોડી આવ્યાં હતાં.

એક પણ કલીપ ચોરાઇ નથી

^બદઈરાદાથી કૃત્ય કરાયું છે. રેલવે વિભાગ બાબતે પોલીસ ફરિયાદ આપી છે. લગભગ 80 જેટલી પેડલ ક્લિપ કાઢી નાખવામાં આવી હતી પરંતુ એક પણ ચોરાઈ નથી એટલે આવું કેમ કરાયું તેની તપાસ કરી રહયાં છે. > એ.ડીમહંત, પીએસઆઇ,આમલેથા

100 મીટર ટ્રેક પરથી 80 કલીપો કાઢી નંખાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો