તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • કરોડોના ખર્ચે વરિયાવ જૂથ યોજના શરૂ કરાઈ છતાં કરોડોની ગ્રાન્ટ વેડફી RO પ્લાન્ટ અપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોડોના ખર્ચે વરિયાવ જૂથ યોજના શરૂ કરાઈ છતાં કરોડોની ગ્રાન્ટ વેડફી RO પ્લાન્ટ અપાયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલપાડતાલુકાના ગામોની જનતાને શુદ્ધ પીવાનું પાણી આપવા રાજ્ય સરકારે કરોડોના ખર્ચે વરિયાવ જૂથ યોજના કાર્યરત કરી પાઈપલાઈનથી પાણી આપવામાં આવે છે. બીજીબાજુ તાલુકામાં સાંસદની ગ્રાન્ટમાંથી રાજ્ય સરકારની વાસ્મો યોજના દ્વારા 36 ગામોમાં આર.ઓ. ફિલ્ટર પ્લાન્ટ અપાયા. આમ ઓલપાડ તાલુકામાં શુદ્ધ પીવાનું પાણી મળવા છતાં સાંસદ ગ્રાન્ટમાંથી આર.ઓ.પ્લાન્ટની બાબતે ગ્રાન્ટ વેડફાઈ હોવાનું સાબિત થયું છે.

ઓલપાડ તાલુકાની જનતાને પીવાનું શુદ્ધ પાણી મળીરહે તેવા શુભ આશયથી રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરોડોની સરકારી ગ્રાન્ટથી સુરત શહેરના વરિયાવ નજીક તાપી નદી પર વરિયાવ જૂથ યોજના કાર્યરત કરી છે. વાસ્મો યોજનામાંથી ઓલપાડ તાલુકાના 36 ગામો કે જ્યાં વરિયાવ યોજનાનું પીવાનું શુદ્ધ પાણી અપાય છે. તેવા ગામોને કરોડથી વધુના ખર્ચે આર.ઓ.મિનરલ પ્લાન આપવાની કામગીરીએ પાણી પુરવઠાની કામગીરીની પોલ ખોલવા સાથે વરિયાવ જુથ યોજનાથી અશુદ્ધ પાણી અપાતું હોવાનું પાણી મિનરલ પ્લાન્ટની કામગીરીથી ખુદ અધિકારીઓએ સાબિત કર્યું છે.

{ ગ્રાન્ટ મંજુર થયાબાદ ખરીદી કરેલ પ્લાન કેમ આજદિન સુધી કાર્યરત નથી કરાયા

{ટેન્ડર પક્રિયા વિના કેમ એકજ એજન્સી પાસેથી પ્લાનની ખરીદી કરાઈ

{વરિયાવ જુથ યોજનાનું શુદ્ધ પાણી મળતું હોય તેવા ગામોમાં પણ કોના કહેવાથી મિનરલ પ્લાન ફાળવાયા

{જુથ યોજના કાર્યરત હોવા છતાં ક્યાં કારણસર મિનરલ પ્લાન માટે ગ્રાન્ટ ફાળવી

{પંચાયતો દ્વારા પ્લાન કાર્યરત કરી મશીનરીઓનું નુકશાન કેમ કરાયું

{પંચાયતો પાસે પ્લાન કાર્યરત કરવા સુવિધા હતી તો પ્લાન કેમ લીધી ?

મિનરલ વોટર પ્લાન્ટ કૌભાંડમાં તપાસ માંગતા મુદ્દા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો