તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વહેવલ ગામે ફાગ ઉઘરાવવા મુદ્દે સુરતના પરિવારને માર મરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વહેવલ ગામે ફાગ ઉઘરાવવા મુદ્દે સુરતના પરિવારને માર મરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગમનભાઈ પટેલ કે જેઓ મૂળ વાંસદા તાલુકાનાં ઉનાઇ ચરવી ગામિત ફળિયુંના વતની છે. તેઓ હાલ સુરત 7-બી-307 શગુન રેસિડન્સિ, જહાંગીરપૂરા આશ્રમ સામે સુરત ખાતે રહી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તા 12-3-17ના રોજ ઉનાઇ આવ્યા હતા. રાત્રિ દરમિયાન રોકાણ કર્યા બાદ ધૂળેટીના દિવસે બપોરના કાર (જીજે-5જેએ-8907) લઈ સુરત જવા નીકળ્યા હતા.

દરમિયાન વહેવલ ગામની સીમમાં રોડ પર ધૂળેટીનો ફાગ ઉઘરાવતા મોન્ટુ પટેલ (રહે,વહેવલ,જૂનું આશ્રમ ફળિયું) અને નિર્મલ પટેલ (રહે, વહેવલ, આશ્રમની સામે) ગમનભાઇ પટેલની કારને રોકી 500 રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ બંને ઇસમોએ ગમનભાઈને જણાવ્યુ હતું કે કાર કેમ ઝડપી ચલાવો છો એમ કહી ગમનભાઈને ગાડીમાંથી બહાર ખેંચી મરમારવાનું માર્યો હતો. ત્યારબાદ પુત્ર અંકિત પટેલને પણ મારમારતા અંકિતને મોઢાના તેમજ હાથના ભાગે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ફરી આબાજુ દેખાશો તો જાનથી મારી નાખીશું એમ જણાવ્યુ હતું.

અંકિતને મોઢા તેમજ હાથના ભાગે ઇજાઓ થતાં તેમણે તુરંત સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ આજરોજ ગમનભાઇ પટેલે મહુવા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

હોળીની રજામાં પરિવાર વતન ઉનાઈથી પરત ફરતી વેળા ઘટના

રૂ.500 આપતા બે યુવકોએ શિક્ષકને માર માર્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો