તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચમાં ભાગનું પાણી રોજ વેડફાઇ જાય છે!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ જળ દિવસ વિશેષ

10 ટકા પાણીનો બગાડ ટેકનિકલ કારણોસર, વેડફાટ અટકાવવા પાલિકા કાર્યવાહીના મૂડમાં

1100 MLDના પુરવઠામાં 200 MLD તો વેડફાઈ જતું હોવાનો પાલિકાનો પ્રાથમિક સરવે

શહેરીજનોને પાલિકા 1100 એમએલડી જ્યારે આમાંથી 60 એમએલડી જેટલો પાણીનો જથ્થો ઉદ્યોગકારોને પુરો પડાઇ છે. 1100 એમએલડી પુરવઠામાંથી 21 ટકા સુધીનો લાઇનલોસ થતો હોવાનુ બહાર આવ્યુ છે. 10 ટકા જેટલો પાણીનો બગાડ ટેકનિકલ કારણોસર પણ થતો હોવાની વિગતો જાણવા મળી છે. ડબવલ્યુએચઓ પ્રમાણે એક વ્યક્તિને રોજ 20 લિટર પાણીની જરૂરીયાત હોય છે. જ્યારે ઇકો વિલેજમાં એક વ્યક્તિને 60 લિટર પાણી પુરવઠો આપવામાં આવતો હોય છે. તેની સામે પાલિકા એક વ્યક્તિને 140 લિટર કરતા વધુ પાણી આપી રહી છે. તેના લીધે પણ પાણીનો વેડફાટ કરવામાં આવી રહ્યો છે. તેમાં કેટલીક જગ્યાઓ પર શહેરીજનો પાણીનો વેડફાટ પણ કરતા હોય છે.

વેડફાટ સામે ઉપાય

{ દાઢી કરતી વખતે નળ સતત ચાલુ રાખવો, કારણ કે રીતે સરેરાશ 45 લિટર પાણી બગાડે છે

{ ફુવારા વડે નાહવામાં દર મિનિટે 30 લિટર પાણીનો વેડફાટ થાય છે

{ બ્રશ વખતે નળ ચાલુ રાખવાથી 18 લિટર પાણી વેડફાય છે.

{વેડફાટ બચાવવા આટલું કરવું જોઇએ

{દાઢી કરતી વખતે જરૂર પ્રમાણે નળ ચાલુ કરવો.

{ ગાડીને ધોવા ફુવારાના બદલે ડોલનો ઉપયોગ કરવો.

{ હાથ ધોતી વખતે પાણીનો જરૂર પ્રમાણે ઉપયોગ.

{ ટોયલેટમાં ફ્લશ વાલ્વને બદલે ફ્લશ ટેન્કનો ઉપયોગ કરવો.

{ બગીચા કે લોનમાં પાણી છાંટવા વપરાશ કરેલું પાણી વાપરવું જોઇએ.

હોળીની જેમ આખું વર્ષ પાણીની બચત જરૂરી

^શહેરીજનોને હોળી વખતે મહાપાલિકાએ પાણી બચત કરવા અપીલ કરી હતી. જેના પરિણામે 338 એમએલડી પાણીની બચત થઈ હતી. પ્રમાણે આખા વર્ષ દરમિયાન પાણીની બચત કરવામાં આવે તો ભવિષ્યમાં જળસંકટનો સામનો શહેરીજનોએ કરવો નહીં પડે. > કે.એચ.ખતવાણી, એડીશનલસીટી ઇજનેર, મહાનગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો