• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આયુર્વેદિકથી સોનુ બન્યું પણ 30 લાખમાં નવડાવ્યો

આયુર્વેદિકથી સોનુ બન્યું પણ 30 લાખમાં નવડાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાગામડિંડોલી આર.ડી. નગર ખાતે રહેતા રાજેન્દ્ર સુભાષ ઠાકુર ફાયનાન્સનો ધંધો કરે છે. જહુર મન્સુરી અને ઈકબાલ છત્રસિંહ નામની વ્યક્તિઓએ તેમનો સંપર્ક સાધ્યો હતો અને પોતે આયુર્વેદિક રસાયણ, પારો અને ડસ્ટ પાવડર મીક્ષ કરીને તપેલામાં કોલસો વગેરે વસ્તુઓ નાંખી સોનુ બનાવવાનો ડેમો બતાવ્યો હતો. ડેમો બતાવીને રાજેન્દ્રભાઈનો વિશ્વાસ જીતી વધુ સોનુ બનાવવા માટે બન્નેએ તેમને લાલચ આપી હતી અને સાધન સામગ્રી લાવવા માટે રૂ.30 લાખ લઈ લીધા હતા. પોલીસે લિંબાયત રેમન્યા સ્ટ્રીટ રેલ્વે કોલોની પાસે રહેતા જમીન દલાલ ઈકબાલ છત્રસિંહ રાણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ હાથ ધરી હતી જેમાં તેણે જહુર મન્સુરી સાથે મળીને ગેંગ બનાવી છેતરપિંડી કરી હોવાની કબુલાત કરી હતી. ઈકબાલની કબુલાતના આધારે પોલીસે છેતરપિંડીમાં સંડોવાયેલા અકીકના પથ્થરનો ધંધો કરતા ઝહુર અબ્દે રહેમાન મન્સુરી(રહે.ખંભાત), કાપડ દલાલ આશીફ હુસેન ઈકબાલ અહેમદ સિદ્દીકી(રહે.વડોદરા), રીક્ષા ડ્રાઈવર સમીર ઉર્ફે પિન્ટુ યુસુફ વ્હોરા(રહે. આણંદ) અને અકીકના પથ્થરની દલાલી કરતા સાજીદ ઉર્ફે મનુ બશીર ગુલામ મલેક(રહે. આણંદ)ને તેમના વતન માંથી ઝડપી પાડ્યા હતા. ક્રાઈમબ્રાંચે પાંચેયને કોર્ટમાં રજુ કરી રીમાન્ડની માંગણી કરતા 7 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

ડિંડોલીના ફાઇનાન્સર સાથે છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...