• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બુટલેગર આસીફ ગાંડાની ટોળકીની માથાભારે બિલ્લા પરિવારને ધમકી

બુટલેગર આસીફ ગાંડાની ટોળકીની માથાભારે બિલ્લા પરિવારને ધમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીધરપુરાની મોટી ટોકિઝ પાસે રહેતા નામચીન બુટલેગર આસીફ ઉર્ફ આસીફ ગાંડો, તેનો ભાઈ શાહીદ, આશીફ બાપ્ટી તેમજ હુસેન ઉર્ફ ટલ્લી સહિત થી સાત જણાએ તલવાર અને ચપ્પુ જેવા હથિયારો લઈને માથાભારે વસીમ ઉર્ફ વસીમ બિલ્લાની ગેમ બનાવી દેવાનો પ્લાન ઘડર્યા હતો. જો કે બિલ્લો શનિવારે કામઅર્થ અમદાવાદ ગયો હોવાથી ઘરે હાજર હતો. જેના કારણે આસીફગાંડાએ વસીમના ભાઈ મોહમદ ઈમરાન ગુલામ શેખને બિલ્લાને મારી નાખવાની ધમકી આપીને મહોલ્લામાં ભયનો માહોલ ફેલાવી ત્યાં પાર્ક કરેલી બાઈકોને નુકશાન કરી ભાગી ગયા હતા. નામચીન બુટલેગર આસીફ ગાંડો કારમાં આવ્યો અને તેના સાગરીતો બાઈકો પર આવ્યા હતા. હાલમાં મહીધરપુરા પોલીસે રાયોટીંગનો ગુનો નોંધીને નામચીન બુટલેગર આસીફ ઉર્ફ આસીફ ગાંડો મહેબુબ શેખ, તેનો ભાઈ શાહીદ, માથાભારે આસીફ બાપ્ટી તેમજ હુસેન ઉર્ફ ટલ્લી સહિત સાત સામે ગુનો નોંધ્યો છે.

વધુમાં માથાભારે બિલ્લા અને આસીફ વચ્ચે જુની અદાવતમાં બબાલ ચાલી રહી છે. જેમાં આસીફના નજીકના સંબધી પાસેથી બિલ્લાએ 10 લાખની ખંડણી અગાઉ માંગી હતી. જેમાં બિલ્લાની ધરપકડ પણ કરી પાસા હેઠળ જેલમાં પણ જઈ આવ્યો હતો. દારૂના વેપલા બાદ આસીફ ગાંડાએ મહીધરપુરામાં જુગારનો અડ્ડો ચલાવે છે. હાલમાં બંધ બારણે તેનો જુગારનો અડ્ડો સ્થાનીક પોલીસની રહેમતળે ધમધમી રહયો છે છતાં પોલીસ નન્નો ભણી રહી છે.

માથાભારે બિલ્લો અમદાવાદ ગયો હોવાથી ઘરે મળ્યો, આસીફના સંબંધી પાસે 10 લાખની ખંડણી માંગતાં અદાવતમાં બબાલ કરાઈ

અરજી આપવા છતાં કાર્યવાહી કરાઈ ?

10દિવસ પહેલા માથાભારે બિલ્લાએ પોલીસમાં હુમલાની દહેશતને પગલે અરજી પણ આપી હોવાની વાત સામે આવી રહી છે. જો કે તેમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી હોવાથી મામલો શનિવારે રાત્રે બન્યો હતો.

બેખોફ | દારૂ-જુગાર પછી હવે માથાભારે બુટલેગરે ભાઈગીરી શરૂ કરી

ટોળકીએ કરેલો હુમલો એક સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...