જૂના જમાનાના ફિલ્મી પ્યાર !

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજકાલના યંગસ્ટરો જો ભૂલેચૂકે ‘મુગલ-એ-આઝમ’ જોવા બેસે તો ટોટલી ક્નફ્યૂઝ થઇ જાય કે “યાર?ω સલીમ અને અનારકલી રીતે લવ કરતા હતા?ω”

એકચ્યુલી, સીન તો અમને પણ ફની લાગે છે. સલીમના ખોળામાં અનારકલી સૂતી છે. ઉપરના ઝાડમાંથી ફૂલ ખર્યા કરે છે અને પેલો ડોબા જેવો સલીમ, દોઢ ફૂટ લાંબું એક સફેદ પીછું ઝાલીને અનારકલીના મોં ઉપર દાઢીના અસ્ત્રાની જેમ ફેરવ્યા કરે છે!

આપણને થાય કે બેન અનારકલી, પેલો ચંબૂક, ત્રણ કલાકથી પીંછું ફેરવ્યા કરે છે એમાં તને શું મઝા આવતી હશે? પણ જૂના જમાનામાં ફિલ્મી પ્યારની આવી અલગ અલગ સ્ટાઈલો હતી...

‘સેમ્પલ’પ્યાર....

“આપકે પાંવ દેખે... બડે ખુબસુરત હૈ... ઇન્હે જમીન પર મત ઉતારીયેગા, મૈલે હો જાયેંગે...”

આને કહેવાય ‘સેમ્પલ’પ્યાર! કારણકે એમાં પેલો નવાબઝાદો હીરોઇનની બોડીનું ખાલી એક ‘સેમ્પલ’ જોઈને એના પ્રેમમાં પડી જાય છે! તો એના જેવું થયું કે બોસ, આપણે તડબૂચ લેવા ગયા, પેલા ફેરિયાએ સેકેરીન લગાડેલી છરી વડે એક ડગરી કાપીને આપણને ચખાડી, ‘સેમ્પલ’ ચાખીને આપણે આખું તડબૂચ લઇ લીધું અને ઘરે આવીને ખાદ્યું તો સાવ ફિક્કું નીકળ્યું!

ઉપર જે ડાયલોગ લખ્યો છે તે ‘પાકીઝા’ ફિલ્મનો છે. હીરો રાજકુમાર હીરોઇન મીનાકુમારીનો માત્ર પગ જોઈને પ્રેમનો દાવ લગાડી દે છે. હવે જસ્ટ વિચાર કરો, આગળ જતાં મીનાકુમારી કાણી નીકળે તો?ω

‘પ્રેતાત્મા’પ્યાર....

હીરોઇનસફેદ સાડી પહેરીને જંગલમાં ભેદી ગાયન ગાતી ગાતી જતી હોય... એના પણ ચાવી આપેલા રમકડાની જેમ ચાલતા હોય... આંખો એક દિશામાં સ્થિર હોય... સાલું, પોણા ભાગના પિકચરમાં હીરો આવી ખતરનાક હીરોઇનની પાછળ પાછળ ફર્યા કરતો હોય!

આપણને થાય કે ભઇલા, તને સમજ કેમ નથી પડતી કે બેનને ઊંઘમાં ચાલવાનો રોગ છે! વળી, આવાં પિકચરોના હીરો લોકોને કોઈ દિવસ એવો વિચાર પણ ના આવે કે ભઇ, પેલીને કોઈ સારા ડોકટરને બતાડીએ. અરે, કમ સે કમ બહેન ઊંઘમાં ચાલતી હોય તો એને ઢંઢોળીને જગાડવી તો જોઈએ ને કે બહેન, કયાં જવાનું છે તમારી જોડે સરનામું છે ? કે પછી ખાલી ઇ-મેઇલ એડ્રેસ લઇને હાલી નીકળ્યાં છોω?

‘ડિફેક્ટિવપિસ’ પ્યાર...

જમાનાનાહીરો લોકોનાં દિમાગ જરૂર કબાડી માર્કેટમાં મેન્યુફેકચર થતાં હશે કારણ કે કંઇ અડધો અડધ પિકચરોમાં હીરો કોઈ ‘ડિફેક્ટિવ પિસ’ જેવી હીરોઇનના પ્રેમમાં પડતો હતો.

કાં તો હીરોઇન આંધળી હોય, કાં તો લંગડી હોય, કાં તો ગૂંગી હોય! કશું ના હોય તો છેવટે વિધવા હોય! અને એવું પણ ના હોય તો ભઇ કોઇ ‘કોઠાવાળી’ને ઉપાડી લાવ્યા હોય! અલ્યા બબૂચક?ω જયાં લાઈફ-ટાઈમ ગેરંટીવાળી વસ્તુ શોધવાની હોય ત્યાં તને હંમેશાં કબાડી મારકેટની ચીજ કેમ ગમી જાય છે?

જોકે જમાનાની હીરોઇનો પણ ઓછી નહોતી. પોતે એકદમ બ્યુટી-ક્વીન હોય તોય કોઇ ડોસલા જોડે ભરાઈ પડી હોય! કાં તો એનો પતિ ગાંડો હોય! છેવટે દારૂડિયો અને ચોર તો હોય જ! પછી આખું પિકચર એને ‘સુધારવામાં’ જાય...

‘નાગ-નગિન’પ્યાર...

કોઈનેશનલ જ્યોગ્રાફી ચેનલવાળા હજી સુધી નથી શોધી શક્યા કે મનફાવે ત્યારે માણસ બની શકે એવાં ‘ઇચ્છાધારી’ નાગ-નાગણ ઇન્ડિયામાં કેમ પેદા થતાં હતાં? એક જમાનામાં આવી નાગ-નાગિનના પુનર્જન્મવાળી ફિલ્મો બહુ ચાલતી. હીરો-હીરોઈન એકબીજાને વીંટળાઈ વીંટળાઈને ડાન્સ કરતાં હોય ત્યાં બે-પાંચ વિલનો કોઈ રબ્બરના સાપનો શિકાર કરી નાંખે! પછી ખબર પડે કે બોસ, તો ‘ઇચ્છાધારી નાગ’ હતો!

બસ, પછી હીરોઇન એનો ‘બદલો’ લેવા નીકળે... વારાફરતી દરેક વિલન આગળ જઇને સેન્સર બોર્ડને શરમ આવે એવા ‘ઉત્તેજક’ ડાન્સો કરે! પેલો ઉત્તેજનામાં આવીને લપેટાવા આવે કે તત પેલી નાગણ બનીને ડંખ મારે!

આમાં આપણને સવાલ થાય કે બહેન, વિલનમાં તું એવું તે શું ભાળી જાય છે કે એની સામે આટલું બધું ‘એકસ્પોઝ’ કરી કરીને નાચે છે પણ તો એવું...

અન્ય સમાચારો પણ છે...