તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજારનો સટ્ટો રમતાં 5ને SOGએ પકડ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | એમ્બોઈડરીનાધંધામાં મંદી આવી જતા ડબ્બા ટ્રેડીંગનો જુગાર બન્ને ભાઈ રમાડતા હતા. બાબતે એસઓજીની ટીમ ઉડાણપૂર્વક તપાસ કરાવે તો ડબ્બા ટ્રેડીંગની ઉઘરાણી કરતી ગેંગના પણ છેડા બહાર આવી શકે છે. અમરોલી મોટા વરાછા પંચદેવ રેસીડન્સીમાં પહેલા માળે દુકાનમાં અશ્વીન વલ્લભ જીવાણીએ તેના ભાઈ રસિક વલ્લભ જીવાણી સાથે ગેરકાયદેસર શેરબજારનો સટ્ટો રમાડતો હતો. અંગે એસઓજીએ બાતમીને આધારે રેડ કરી હતી. તે દરમિયાન ત્યાંથી બન્ને ભાઈ સહિત પાંચ જણાને રંગેહાથે પકડી પાડયા હતા. પકડાયેલામાં અશ્વીન વલ્લભ જીવાણી(રહે,મોટા વરાછા), તેનો ભાઈ રસિક વલ્લભ જીવાણી(રહે,સિલ્વર ચોક,સરથાણા), અશ્વીન ભગવાન પટેલ(રહે,વજભૂમિ વિભાગ-2 સરથાણા), વિશાલ જીવરાજ નાવલીયા(રહે,કાપોદ્વા) તથા સંજય ભૂપત ડોબરીયા(રહે,સરથાણા) પાસેથી પોલીસે પેનડ્રાઈવ,મોબાઈલ,રોકડ,ઈન્ટરનેટ ડીવાઈસ, મળીને રૂ.48,300નો મુદામાલ કબજે કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...