તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પાણી ભરાવો થાય તેની તકેદારી રાખવા મ્યૂ.કમિશનરનો આદેશ

પાણી ભરાવો થાય તેની તકેદારી રાખવા મ્યૂ.કમિશનરનો આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરમાંપડેલા ધમાકેદાર વરસાદે પાલિકાની પ્રિમોનસુન કામગીરીની પોલ ખોલી નાંખી હતી. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાયા બાદ તાબડતોબ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તો કરી. જ્યારે જે કામગીરી વરસાદ પહેલા થવી જોઇતી હતી તે પાણી ભરાયા બાદ થઈ હતી. આવી સમસ્યા આગામી દિવસોમાં નહીં સર્જાય તે માટેના આદેશ પાલિકા કમિશનરે આજે જારી કર્યા છે. કમિશનરે સોમવારે સાંજે મુખ્ય કચેરી ખાતે એક બેઠકનુ આયોજન કર્યુ હતુ. બેઠક તાત્કાલિક બોલાવવાનુ કારણ હતુ કે શનિવારે સવારે પડેલા ધોધમાર વરસાદમાં શહેરના કેટલાય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સાથે બેઝમેન્ટમાં પાંચેક ફુટ જેટલુ પાણી ભરાવાને લીધે લોકોએ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આવી સ્થિતી ફરી ‌વખત નહીં સર્જાય તે માટેના આદેશ પાલિકા કમિશનરે આજની બેઠકમાં કર્યા છે. જ્યારે અધિકારીઓને પણ યોગ્ય સંકલન રાખીને વરસાદી પાણીનો ભરાવો નહીં થાય તે માટેના તાત્કાલિક પ્રયાસો કરવામાં તકેદારી રાખવા માટે ખાસ તાકીદ કરી છે.

સમસ્યા અને ઉકેલ

79રસ્તા બેસી ગયા

97 ખાડા પડી ગયા

18000 વરસાદી જાળી સફાઇ

13000 સ્ટ્રોમ મેઇનહોલ સફાઇ

50 જગ્યા પર પાણી હટાવાયાં

વરસાદને કારણે કેટલા રસ્તા તૂટ્યા અને કેટલી જગ્યાએ પાણી ભરાયાં તે મામલે અધિકારીઓ સાથે બેઠક કરાઈ

અન્ય સમાચારો પણ છે...