તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આજે 21 ચોથનું ફળ આપતી સંવત 2073ની છેલ્લી અંગારકી ચતુર્થી

આજે 21 ચોથનું ફળ આપતી સંવત-2073ની છેલ્લી અંગારકી ચતુર્થી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણેશ મંદિરોમાં ગણેશ યાગ અને અથર્વશીર્ષના પાઠ

આજેમંગળવાર અને 21 ચોથ કર્યાનું ફળ આપતી અંતિમ અંગારકી ચતુર્થી છે. જેને લઇ ગણેશ ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. સાથે ગણેશ મંદિરમાં આજે ભક્તોની ભારે ભીડ પણ જોવા મળશે. આજનો દિવસ ગણેશજીની ઉપાસના કરવા માટે સર્વોત્તમ માનવામાં આવે છે. વિક્રમ સંવત-2073ની અંતિમ અંગારકી ચતુર્થી છે અને દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણેશજીના મંદિરોમાં ઊમટી પડશે. મંગળવાર અને કૃષ્ણ પક્ષની ચતુર્થીનો સંયોગ થતાં અંગારકી ચતુર્થીનો યોગ થાય છે.

અંગે માહિતી આપતાં શાસ્ત્રી નયન પંડ્યાએ જણાવ્યું કે, દિવસે વહેલી સવારથી મંદિરે શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટશે અને રાત્રિ સુધી ભક્તોની ભીડ જોવા મળશે. દિવસે ચંદ્રોદયનો સમય રાત્રે 10.20 વાગ્યે હશે. સાથે અનેક શ્રદ્ધાળુઓ કતારગામ સ્થિત બડા ગણેશ ઉપરાંત પાલ સ્થિત સિદ્ધિ વિનાયક મંદિર અને પાલનપુર પાટીયા ખાત આવેલ ગણેશ મંદિર ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડશે. સાથે અંગારકી ચોથએ સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનું પઠન ખૂબ લાભદાયી બની રહે છે. અનેક શ્રદ્ધાળુઓ દિવસે શ્રીગણપતિ અથર્વશીર્ષ અને ગણેશ ચાલીસાનું પઠન પણ ઉત્તમ માનવામાં આવ્યું છે. ખાસ કરીને ‘ઓમ્ ગં ગણપતયે નમઃ’ મંત્રનાં યથાશક્તિ જાપ પણ કરતાં હોય છે. જે ખૂબ ફળદાયક માનવામાં આવે છે. કલ્યાણધામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પાલ પાટીયા હજીરા રોડ સ્થિત માં અન્નપૂર્ણાના પ્રાંગણમાં વિરાજમાન શ્રી સિધ્ધિ વિનાયક દાદાના ચરણના ચરણ સાનિધ્યમાં આજે અંગારિકા ચોથનાં પર્વે ભવ્ય ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રસંગ દરમિયાન સવારથી લઇને સાંજ સુધી વિવિધ કાર્યક્રમ કરવામાં આવશે.જેમાં ભાવિ ભક્તોજનોને લાભ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સાથે ગણેશજીની પ્રીય એવા દૂર્વા સહિત મોદકનો પ્રસાદ અર્પણ કરવા જોઇએ જેથી તેઓ તાત્કાલીક પ્રસન્ન થઇ જાય છે. તરફ ભક્ત દ્વારા શહેરમાં ઘણી જગ્યાએ ગણેશ યાગ સહિત ગણપતિ અર્થ‌શિર્ષના પાઠનું પણ આયોજન ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...