તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘સીસીટીવીમાં આરોપી સુકેતુ સ્પષ્ટ દેખાતો નથી’

‘સીસીટીવીમાં આરોપી સુકેતુ સ્પષ્ટ દેખાતો નથી’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | દિશીતજરીવાલા હત્યા કેસમાં પોલીસ રજુ કરેલા સીસીટીવીમાં આરોપી પૈકી સુકેતુ હોવાનું સ્પષ્ટ હોવાની દલીલ કરી સોમવારે બચાવપક્ષના વકીલે આરોપી સુકેતુને જામીન આપવા રજૂઆત કરી હતી.

ચકચારી દિશીત જરીવાલા હત્યા કેસમાં મુખ્ય આરોપી વેલ્સીના કથીત પ્રેમી સુકેતુ મોદીએ કરેલી જામીન અરજી પર સોમવારે કોર્ટમાં સુનવણી શરૂ થઇ હતી. બચાવપક્ષના વકીલ કિરીટ પાનવાલાએ દલીલ કરી કે, ચાર્જશીટ બાદ આરોપી સુકેતુએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી જામીન અરજી પાછી ખેંચી હતી. કેસમાં સીસીટીવીના ફુટેજનો FSLનો રીપોર્ટ આવી ગયો છે. જેમાં દિશીતના બંગલામાં, સોસાયટીમાં આરોપી આવતા જતા દેખાય છે. જેમાં સુકેતુ હોવાનું સ્પષ્ટ જણાતું નથી. વેલ્સી, સુકેતુએ સાથે મળીને ષડયંત્ર રચ્યાનું કહેવાય છે. સુકેતુના મોબાઇલ કોલની ડીટેઇલ જોતા તેમની વચ્ચે ફોન પર કોઇ વાતચીત થઇ હોવાનું જણાય છે. કેસમાં સુકેતુની સંડોવણી સ્પષ્ટ હોવાથી છે. આરોપીને જામીન પર મુક્ત કરવા જોઇએ. બુધવારે વધુ સુનવણી થશે.

જામીન અરજીની વધુ સુનાવણી બુધવારે

દિશિત હત્યા કેસમાં બચાવ પક્ષની દલીલ

અન્ય સમાચારો પણ છે...