તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સાહિત્ય અને કલાના સથવારે ‘પુસ્તક ઉત્સવ’ ઉજવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય અને કલાના સથવારે ‘પુસ્તક ઉત્સવ’ ઉજવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બપોરે02.30 કલાકે લોકસાહિત્યનું જતન અને સંવર્ધન વિષય પર ટોક શોનું આયોજન થશે, જેમાં ડો.મધુકર પાડવી, ડાહ્યા વાઢુ, ડો.વિક્રમ ચૌધરી, ડો.ચૈતન્ય દેસાઈ અને ડો.જયંતી ચૌધરી વિષય પર ચર્ચા કરશે. સાથે સાંજે 05.00 કલાકે પ્રણવ વછરાજાની અને તેમની ટીમ ગંગાસતી નાટક ભજવાશે.

20 માર્ચ

20મીએબપોરે 02.30 કલાકે ‘રંગભૂમિ, સિનેમા અને ભજવણી કલામાં સાહિત્ય’ વિષય પર ટોક શોનું આયોજન કરાશે, જેમાં કપિલદેવ શુક્લ, ડો.દ્રષ્ટિ પટેલ અને તરૂણ બેંકર વિષયલક્ષી ચર્ચા કરશે. સેશન બાદ 04.30 કલાકે ભારતીય સાહિત્યના પરિપ્રેક્ષમાં ગુજરાતી સાહિત્ય વિષય પર ટોક શોનું આયોજન કરવામાં આવ્યું છે. ટોક શોમાં ડો.કિરીટ દુધાત અને ડો.મિનળદેવી વિષયલક્ષી ચર્ચા કરશે.

સિટી રિપોર્ટર @srt_cbનેશનલબુક ટ્રસ્ટ ઇન્ડિયા અને એમ.ટી.બી આર્ટસ કોલેજ દ્વારા રાષ્ટ્રીય પુસ્તક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક ઉત્સવમાં લેખક, પત્રકાર, વિચારક અને સાહિત્યકાર સહિત વિવિધ ક્ષેત્રના 50 સર્જકો પુસ્તક ઉત્સવમાં હાજરી આપશે તેમજ સુરતીઓ સાથે એમના ક્ષેત્ર સંબંધીત માહિતી આપશે. સાથે સાહિત્ય, સંસ્કૃતિ, સમાજ અને સિનેમા જેવા વિષયોે પર ચર્ચા કરવામાં આવશે. રાષ્ટ્રીય પુસ્તક ઉત્સવનું આયોજન આજથી લઇને 22મી માર્ચના રોજ એમ.ટી.બી આર્ટસ કોલેજમાં આવેલા કે.સી.મહેતા સેમિનાર હોલ ખાતે યોજાશે.

પુસ્તક ઉત્સવમાં સાહિત્યની વાતો પણ થશે અને સંગીત જલસો પણ..!! એક મંચ પર જ્ઞાન, સંગીત, સાહિત્ય, કલા જેવા વિષયો સંબંધીત વાતો માણી શકાય માટે પુસ્તક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પુસ્તક ઉત્સવમાં લેખક, સાહિત્યકાર, રચનાકાર, સંગીતકાર જેવા વિવિધ ક્ષેત્રના કલાકારો સુરતીઓ સાથે રૂબરૂ થશે

ANCHOR

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો