તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજથી MYFM ‘પૈસો કા પેડ’ના ઓડિશન શરૂ થશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
94.3 MYFMએ ઉગાડ્યુ છે એવું વૃક્ષ જેમા 3 લાખ રૂપિયા ઉગ્યા છે. MYFM પૈસો કા પેડ સીઝન-2ની શરૂઆત થઇ ગઇ છે અને સીઝનમાં 7 હજારથી વધુ સુરતીઓ ભાગ લઇ રહ્યાં છે. આજે અને આવતીકાલે પૈસો કા પેડ-2ના ઓડિશન થશે, જેમાં રજીસ્ટર્ડ થયેલા પાર્ટિસિપન્ટ્સ પોતાની ક્ષમતાનો પરચો આપશે. આજે પાર્લે પોઇન્ટ ખાતે આવેલા રાજહંસ ઓરનેટમાં સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઓડિશન થશે. જો તમે પૈસો કા પેડ-2માં હજી સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી, તો પણ તમે સીધા ઓડિશન આપવા માટે રાજહંસ ઓરનેટ ખાતે પહોંચી શકો છો અને તમારા પેશનના સહારે 3 લાખ રૂપિયા પણ જીતી શકો છો. પૈસો કા પેડ-2માં બ્રેડચીફ , મુઆન જ્વેલર્સ, સિલિકોન હ્યુન્ડાઇ, રેંટિયો તુવેર દાળ, ધનહાર મસાલા, દિવ્ય ભાસ્કર, પ્રાઇડ વૉક, ભાવિન સલૂન, વી આર સુરત અને કેર એટ હોમનો સહયોગ અમને મળ્યો છે.

વિશ્વા ચાવડાએ પોતાના ઘરે પૈસાનું વૃક્ષ લગાવીને માયએફએમની ટીમને શુભેચ્છા પાઠવી હતી.

રંગસ્વર એકેડમીના જય ગોહેલ દ્વારા માયએફએમની ટીમને ‘પૈસો કા પેડ-2’ની ખુબસુરત પેઇન્ટીંગ ગીફ્ટ કરવામાં આવી હતી. સાથે શુભેચ્છા આપતા એમણે જણાવ્યું હતું કે ‘માયએફએમનું પૈસો કા પેડ-2 એક એવી યાદ છે જે દરેક પાર્ટિસિપન્ટ્સ તેની સાથે તેના દિલમાં લઇને જશે. જીયો દિલ સે..!!

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો