તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 10 શિક્ષકોએ લખ્યું બોર્ડનું વિજ્ઞાનનું પેપર 5નાં 75થી વધુ માર્કસ ના આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 શિક્ષકોએ લખ્યું બોર્ડનું વિજ્ઞાનનું પેપર 5નાં 75થી વધુ માર્કસ ના આવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે સવાલમાં વિદ્યાર્થીઓ ગૂંચવાયા, એમાં શિક્ષકો પણ ગૂંચવાયા

સિટીભાસ્કરે 10માંના ટીચર્સ પાસે લખાવ્યું વિજ્ઞાનનું પેપર

2 શિક્ષકોએ મેળવ્યા 90ની ઉપર માર્કસ, માત્ર 2 શિક્ષકો મેળવી શક્યા 80થી ઉપર માર્કસ

અઘરું પેપર |દસમા ધોરણનું વિજ્ઞાનનું પેપર ટ્વીસ્ટ કરીને પૂછાયું હોવાથી વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું

પ્રશ્નપત્રમાં પાના નં.18 પર વિભાગ ડીમાં 16નંબરનો પ્રશ્ન એકપણ શિક્ષકને આવડ્યો

મેનોપોઝને બદલે શિક્ષકે જવાબમાં લખી નાંખ્યું ગર્ભપાત

‘સ્ત્રીમાં40-50 વર્ષની ઉંમરનો સમયગાળો એટલે...’ આવો સવાલ પૂછાયો. જેમાં ઋતુ ચક્ર , મોનોપોઝ, ગર્ભાવધિ અને ગર્ભપાત ઓપ્શનમાં અપાયા. 1 શિક્ષકે જવાબમાં ગર્ભપાત લખ્યું હતું. જો શિક્ષકો પરીક્ષાનું પેપર લખતાં આવી ભૂલ કરી શકે તો વિદ્યાર્થીઓની ભૂલ અક્ષમ્ય તો નથી જ.

25 ના અવરોધક તારના એક સરખા પાંચ ટુકડા કરી તેમને સમાંતર જોડવામાં આવે તો તેમનો સમતુલ્યા અવરોધ કેટલો અવરોધ?

જીવનભારતીનાં વિજ્ઞાન શિક્ષિકા ચેતના પટેલ 20 વર્ષથી વિજ્ઞાન ભણાવે છે. બોર્ડની પરીક્ષાનાં પેપર સેટર પણ છે અને પેપર ચેકર પણ છે.

ભૂલકા વિહારનાં વિજ્ઞાન શિક્ષક પરેશ જોષી 19 વર્ષથી વિજ્ઞાન ભણાવે છે અને બોર્ડની પરીક્ષાનાં પેપર સેટર પણ છે અને ચેક કરવા માટે પણ જાય છે.

સિટી ભાસ્કરે શહેરની જુદી જુદી દસ સ્કૂલોનાં દસમાનું વિજ્ઞાન ભણાવતા શિક્ષકો પાસે ત્રણ કલાકની સમય મર્યાદામાં આખું પેપર લખાવ્યું. જો કે શિક્ષકોએ પોતાનું નામ લખવાની શરત સાથે પરીક્ષા આપી હતી.

શિક્ષકોએ નામ કે સ્કૂલનું નામ લખવાની શરતે પેપર લખ્યું

10

74

9

70

8

89

7

98

6

76

5

73

4

71

3

92

2

80

1

75

સવાલનો 10માંથી એકપણ શિક્ષક સાચો જવાબ આપી શક્યા ન્હોતા

સિટી ભાસ્કરની ટીમ શહેરનાં પ્રત્યેક વાલીઓને અપીલ કરે છે કે-તમારું બાળક પરીક્ષા આપે છે પણ યુધ્ધ નથી લડી રહ્યું. એકાદ અઘરું પેપર અને એનાં ઓછા માર્કસ જીંદગીમાં કોઇ મોટી તકલીફો ઊભી નથી કરવાનાં. તમારા બાળકોને પરિણામની ચિંતા કર્યા વિના મસ્તીથી પરીક્ષા આપવા દો. જે પ્રશ્નપત્રમાં વિષય ભણાવતા શિક્ષકો અટવાઇ જતાં હોય-સોમાંથી સો માર્કસ લાવી શકતાં હોય-તો આપણે બાળકો પાસે માર્કસની ઉઘરાણી શું કામ કરવી જોઇએ?

જલ્પેશ કાળેણા, રૂચિ લુણાગરિયા @srt_cb



ગુરૂવારે10માનુંં વિજ્ઞાનનું પેપર હતું. પેપરે વિદ્યાર્થીઓને પરસેવો પડાવ્યો. એક્ઝામ આપીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓનાં ચહેરા ઉતરી ગયા હતા અને પેરેન્ટ્સને ટેન્શન થઇ ગયું હતું. પરીક્ષાની ભૂમિ પર જેમને યુધ્ધ લડવા માટે મોકલી આપ્યા છે દિકરા-દિકરી વિજ્ઞાનનાં પેપરને કારણે યુધ્ધ હારી તો નહીં જાય ને? અવ્વલ નંબરે નહીં આવ્યા તો? આવી ચિંતા રણક્યા. અઘરા પેપરની અસર બીજી પરીક્ષા પર પડી તો? કેટલાંક પેરેન્ટ્સ વિદ્યાર્થીને લઇને સ્કૂલનાં પ્રિન્સિપાલ અને ટીચર્સ પાસે દોડી ગયા હતા.

વિદ્યાર્થીઓને પરસેવો પડી ગયો

પી.પી.સવાણીસ્કૂલનાં પ્રિન્સિપાલ સંજય ગોહિલે જણાવ્યું કે વિજ્ઞાનનાં પેપરમાં પ્રશ્નો અટપટી રીતે અને ફેરવીને પૂછાયા. પૂરેપૂરી તૈયારી કરીને આવેલા વિદ્યાર્થીઓને પણ પરસેવો પડી ગયો હતો. જેમને પૂરા માર્કસ જોઇતા હતા વિદ્યાર્થીઓને અઘરું લાગ્યું હતું પણ જેમને માત્ર પાસ થવું છે-એમને વાંધો નહીં આવે.

સિટી ભાસ્કરે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું વિજ્ઞાનનું પેપર શહેરની જુદી જુદી 10 સ્કૂલનાં વિજ્ઞાનનાં શિક્ષકો પાસે ત્રણ કલાકની સમય મર્યાદામાં લખાવ્યું અને બોર્ડનાં પેપર સેટર પાસે ચેક કરાવ્યું. પેપરમાં વર્ષોથી વિજ્ઞાન ભણાવતા શિક્ષકો પણ ગોથું ખાઇ ગયા હતા. બે શિક્ષકોએ 92 અને 98 માર્કસ મેળવ્યા-બાકીનાં શિક્ષકોનાં 72, 75, 80 માર્કસ આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો