તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • હેમંત પરદેશીની બે પત્ની વચ્ચે કોર્ટ પરિસરમાં મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેમંત પરદેશીની બે પત્ની વચ્ચે કોર્ટ પરિસરમાં મારામારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અગાઉ ચોકબજાર અને હાલ અડાજણ વિસ્તારમાં રહેતા હેમંત પરદેશીના 21 વર્ષ પહેલા કલાબેન નામની મહીલા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ કોઈક કારણસર બંને વચ્ચે મનમેળ થતા કલાબેન તેમના પિયરમાં જતા રહ્યા હતા. જ્યારે બીજી તરફ હેમંત પરદેશીએ સુનીતા નામની મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પહેલી પત્ની સાથે છુટાછેડા લીધા વિના બીજા લગ્ન કર્યા હોવાથી કલાબેને તેની સામે કેસ કર્યો હતો. કેસની શુક્રવારે તારીખ હતી ત્યારે કલા અને સુનીતા વચ્ચે કેસ બાબતે તકરાર થઈ હતી. તકરાર મારામારી સુધી પહોંચી ગઈ હતી.

કોર્ટ પરીસરની અંદર બે મહીલાઓ એક બીજાના વાળ ખેચી મારમારી કરી રહી હતી તે કોઈકે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી અને ફરતી કરી દીધી હતી. તો બીજી તરફ બન્ને વચ્ચે થયેલી મારામારી ઉમરા પોલીસ મથકે પહોંચી હતી. જ્યા બીજી પત્ની સુનીતાએ પહેલી પત્ની કલાબેનના વકીલ ધર્મેશ માટલીવાલા સામે તેમની સોનાની ચેઈન લૂંટી લીધી હોવાની ફરીયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે કલાબેને પણ સુનીતા સામે ફરીયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે બન્નની ફરીયાદ નોંધી સીસી ટીવી ફુટેજ તેમજ મોબાઈલમાં ફરતા થયેલા ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે. બાબતે કલાબેનના વકીલે જણાવ્યુ હતુ કે હું કેસમાં નહી રહુ અને અડચણ થાય તે માટે બીજી પત્ની કોર્ટમાં આવી હતી અને મારી સાથે જીભાજોડી કરી ખોટી ફરીયાદ નોંધાવી છે.

વકીલ સામે લૂંટની ફરિયાદ સહિત સામ-સામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો