તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DCP, ACP અને PI હવે મોડી સાંજે પેટ્રોલિંગ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાકેટલાક દિવસથી સાંજના સમયે બની રહેલા ચપ્પુ બાજીના બનાવો તેમજ કાપોદ્રામાં રત્નકલાકારની હત્યાના બનાવને પગલે હવે ડીસીપી, એસીપી, અને પીઆઈને સાંજના સમયે પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવાની પોલીસ કમિશનરે સુચના આપી છે.

છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ચપ્પુ બાજીના બનાવો બન્ન્યા હતા. જેમાં બુધવારે સાંજે કાપોદ્રા વિસ્તારમાં નજીવા અકસ્માતના બનાવમાં રત્નકલાકારની હત્યાનો બનાવ બન્યો હતો. બનાવને કારણે ખાસો હોબાળો પણ મચી ગયો હતો. સમગ્ર પ્રકરણ પોલીસ કમિશનર સુધી પહોંચ્યુ હતુ. તેમણે દરેક પોલીસ સ્ટેશનના પીઆઈને સાંજે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવા તેમજ તેમના પોલીસ સ્ટેશનના અન્ય કર્મચારીઓ પાસે વાહન ચેકીંગ, નાકા પોઈન્ટ અને વાહન ચેકીંગ કરાવવા સુચના આપી છે.

સાથે દરેક ડીવીઝનના એસીપીને પણ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધી અને ડીસીપીને સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી પોતાના વિસ્તારમાં પેટ્રોલીંગ કરવાની સુચના આપી છે. તેમજ બન્ને સયુક્ત કમિશનરને પણ તમામની કામગીરીનું સુપરવીઝન કરવાની સુચના આપી છે.

બન્ને સંયુક્ત કમિશનરો દ્વારા તમામની કામગીરીનું સુપરવિઝન કરવામાં આવશે

મોડી સાંજે હુમલાના બનાવો રોકવા પ્રયાસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો