તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • લિંબાયતની વોર્ડ કમિટીને ઝોનના કર્મીઓ ગાંઠતા નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લિંબાયતની વોર્ડ કમિટીને ઝોનના કર્મીઓ ગાંઠતા નથી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લિંબાયતવોર્ડ નંબર 24ની યોજાયેલા વોર્ડ કમિટીની બેઠકમાં આરોગ્ય વિભાગ સિવાયના અન્ય વિભાગના એક પણ કર્મચારી હાજર નહીં રહેતા વોર્ડ કમિટીને ચર્ચા વિના મુલતવી રાખવાની સ્થિતી પેદા થઇ હતી. તેના લીધે વોર્ડ કમિટીએ હાજર નહીં રહેનારાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે માટેનો ઠરાવ કરીને આગામી 24મી માર્ચના રોજ વોર્ડ કમિટીની ફરીથી બેઠક બોલાવવામાં આવી છે.

રાંદેર ઝોનમાં છેલ્લા ત્રણ મહિનાથી વોર્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવતી નહીં હોવાની ફરીયાદ કોર્પોરેટરોએ મેયરને કરી હતી. જેથી ઝોનના અધિકારીઓ અને કર્મચારીઓને વોર્ડ કમિટીની બેઠકને ભાજીમૂળા સમજતા હોવાની ચર્ચા શરૂ થઇ હતી.તેમાં આજે લિંબાયત ઝોનમાં વોર્ડ નંબર 24 લિંબાયતની વોર્ડ કમિટીની બેઠક મળી હતી.

બેઠકમાં લિંબાયત વોર્ડના સભ્યો રવીન્દ્ર પાટીલ, ઇકબાલ બેલીમ તથા કાંતાબેન હાજર રહ્યા હતા. જ્યારે બેઠકમાં આરોગ્ય, ડ્રેનેજ, હાઇડ્રોલિક, સ્ટ્રીટ લાઇટ વિભાગ સહિતના કર્મચારીઓએ હાજર રહેવાનું હોય છે. પરંતુ બેઠકમાં ફકત આરોગ્ય વિભાગના અધિકારી હાજર રહ્યા હતા જ્યારે અન્ય વિભાગમાંથી એક પણ કર્મચારી હાજર નહીં રહેતા બેઠકને ચર્ચા વિના મુલતવી રાખવી પડી હતી.

વોર્ડ કમિટીની બેઠકમાં આરોગ્ય સિવાય તમામ વિભાગના કર્મચારીઓ ગેરહાજર

બેઠક મુલતવી રાખવાની ફરજ પડી♠

લિંબાયત-ઉધનાયાર્ડ વોર્ડ નંબર 24ની વોર્ડ કમિટીની બેઠક આજે બપોરે 12 કલાકે રાખવામાં આવી હતી. તેમાં તમામ વિભાગના કર્મચારીઓને હાજર રાખવા માટે નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરવામાં આવી છે. જેથી નોડલ ઓફિસર તરીકે નાયબ આરોગ્ય નિરીક્ષક ડો. અજીત ભટ્ટે તમામ વિભાગના જવાબદારોને હાજર રહેવા માટે જાણ કરી હોવા છતાં એક પણ કર્મચારી હાજર રહ્યા નહોતા. તેમજ કોર્પોરેટરો અડધો કલાક સુધી કર્મચારીઓની રાહ જોવા છતાં નહીં આવતા આખરે 12:30 કલાકે વોર્ડ કમિટીની બેઠક મુલતવી રાખી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો