તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • રફ ડાયમંડની આયાતમાં ઘટાડો જ્યારે પોલિશ્ડની નિકાસ સ્થિર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રફ ડાયમંડની આયાતમાં ઘટાડો જ્યારે પોલિશ્ડની નિકાસ સ્થિર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મંદી તેમજ આયાતમાં ઘટાડાથી સ્થાનિક હીરાવેપારીઓ દ્વારા ઉત્પાદનમાં 40 ટકાનો ઘડાટો

બિઝનેસ રિપોર્ટર| સુરત

હીરાઉદ્યોગમાંવૈશ્વિક સ્તરે લાંબાં સમયથી ચાલી રહેલી મંદીના તેમજ ડાયમંડ માઇનીંગ કંપની દ્વારા ઘટાડી દેવામાં આવેલા ઉત્પાદનની અસર સ્થાનિક હીરાઉદ્યોગ પર જોવા મળી છે. જેને પગલે રફ ડાયમંડની આયાતમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે પોલિશ્ડની નિકાસ યથાવત રહેવા પામી છે.

વર્ષના પ્રથમ તબક્કાની મંદ થયેલી શરૂઆતના પગલે એપ્રિલ માસ દરમ્યાન રફની આયાતમાં 16 ટકા જ્યારે પોલિશ્ડ નિકાસમાં 16 ટકાનો વધારો નોંધાયો હતો. સાથે મે-જૂન માસ દરમ્યાન સુરતના પોલિશ્ડ ડાયમંડ વેપારમાં તેજીનું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ ડી‘બિર્યસ તેમજ હાલ અલરોઝાએ અનુક્રમે રફના ઉત્પાદનમાં 20 તેમજ 27 ટકા કરેલા ઘટાડાની સીધી અસર સ્થાનિક હીરા બજારો પર જોવા મળઈ છે. જીજેઇપીસી દ્વારા રદૂ કરેલા અહેવાલ મુજબ ચાલુ માસ દરમ્યાન રફની આયાતમાં ગત માસની સરખામણીએ 4 ટકાનો ઘટાડો સર્જાયો છે. જ્યારે વર્ષના પ્રથમ તબક્કામાં પોલિશ્ડના એક્ષ્પોર્ટમાં 3 ટકાનો ઘડાટો નોંધાયો છે.

ડિસેમ્બર-જાન્યુઆરી માસ દરમ્યાન ક્રિસમસ તેમજ ચાઇનીઝ ન્યુયરના પગલે ડાયમંડમાં ખરીદી જોવા મળી હતી. પરંતુ નવા વર્ષની શરૂઆતથી વેપારમાં સામાન્ય રહેવા પામ્યો હતો. સ્થાનિક હીરા બજારોની પરિસ્થિતિ મુજબ 800 કરોડ સુધીના થયેલા ઉઠમણાં ઉપરાંત મંદીની અસર અને રફની આયાતમાં થયેલા ઘટાડાના કારણે સ્થાનિક બજારો દ્વારા પોલિશ્ડના ઉત્પાદનમાં વેપારીઓ દ્વારા 40 ટકા સુધીનો ઘડાટો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો