Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
92 વર્ષનાં મુનિ રોજ પ્રવચન બાદ ચાર કલાક ડાયાલિસિસ કરાવે છે
સુરતમાંભવ્ય ચાતુર્માસ અર્થે પધારેલા સ્થાનકવાસી જૈન સંત પૂજ્ય રૂપમુનિજી મહારાજ સાહેબનાં દર્શનાર્થે રોજ હજારોની સંખ્યામાં પધારી રહ્યા છે. ત્યારે જૈનમુનિની દિનચર્યા કોઇપણ અન્ય જૈનમુનિ અને સંત કરતાં એકદમ અલગ છે અને તેમની આજ જીવનચર્યાને કારણે તેઓ દેશ-વિદેશમાં પ્રચલિત થયા છે. રોજ તલસ્પર્શી વ્યાખ્યાનો અને પ્રવચન દ્વારા અત્યાર સુધી લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવનાર જૈનમુનિને રાજસ્થાન સરકારે છેલ્લા 25 વર્ષની મુખ્ય અતિથિ તરીકે ઘોષિત કર્યા છે.
સ્થાનકવાસી જૈન સંત રૂપમુનિજી મહારાજે વિક્રમ સંવત 1999માં રાજસ્થાનનાં જોધપુર ખાતે દીક્ષા અંગીકાર કર્યો હતો. જેમને મરુધર કેસરી પૂજ્ય મિશ્રમલજી મહારાજે શિક્ષા આપી હતી. તેમણે સંસ્કૃત,હિન્દી સહિતના વિવિધ ભાષામાં અભ્યાસ કર્યો છે. ઉપરાંત વિવિધ સાહિત્યોનું પણ લખાણ તેમણે કર્યું છે. પૂજ્ય રૂપમુનિજી મહારાજે સમગ્ર ભારતનાં અડધા રાજ્યોનો પદયાત્રા થકી વિહાર કર્યો છે. અને વિવિધ તિર્થ સ્થાનો અને ધર્મશાળા સહિતના અનેક સ્થાપનો કરાવ્યા છે. અખિલ ભારતીય શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રમણ સંમેલન 1987માં થયું હતુ જેને સફળ બનાવવા માટે પૂજ્ય રૂપમુનિજી મહારાજે મુખ્ય ભુમિકા ભજવી હતી. તેમના વ્યાખ્યાન અને પ્રવચનોથી પ્રભાવિત થઇ રોજ હજારો ભક્તો તેમના દર્શનાર્થે આવે છે. જૈનમુનિ આજની તારીખમાં 92વર્ષની જૈફ વયે પણ જેવા પ્રવચનો આપે છે તે સાંભળવા માટે દેશ-વિદેશમાંથી હજારો ભાવુકો પધારે છે. રોજ સવારે વહેલા ઉઠીને પોતાની દીનચર્યા શરૂ કર્યા બાદ બપોરે 12થી 4 કલાક દરમિયાન પૂજ્ય રૂપમુનિજી મહારાજનું ડાયાલિસિસ થાય છે જેના માટે ડાયાલિસિસ મશીન અને ડોક્ટરો કાયમ તેમની સાથેને સાથે રહે છે. આટલી ટ્રીટમેન્ટ ચાલતી હોવા છતાં પણ તેઓ એકદમ સ્વસ્થ ચીતે રોજ ઓજસ્વી પ્રવચનો આપે છે.
રાજસ્થાન સરકારે મુખ્ય અતિથિ તરીકે ઘોષિત કર્યા છે