તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુસાફરના સ્વાંગમાં મોબાઈલની ચોરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અઠવાગેટથીમજુરાગેટ જવા માટે નિકળેલા કાપડના વેપારીના ખીસ્સા માંથી રીક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેસેલા ગઠીયાઓએ રૂ.18 હજારની કીમતનો મોબાઈલ ફોન તફડાવી લીધો હતો. વેપારીએ ઉમરા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.

ભટાર રોડ ઉમાભવનની સામે પ્રાકૂતિ એપાર્ટમેન્ટ ખાતે રહેતા યશ કમલભાઈ મિત્તલ કાપડનો વેપાર કરે છે. મંગળવારે બપોરે તેઓ જુની આરટીઓ ઓફીસ નજીક કામ અર્થે ગયા હતા. ત્યાથી તેઓ રીક્ષામાં બેસી મજુરાગેટ જવા માટે નિકળ્યા હતા. રીક્ષા ચાલકે તેમને પહેલા આગળ બેસાડ્યા હતા. ત્યાર બાદ તેમને પાછળ બેસવાનુ કહેતા તેઓ પાછળ બેસી ગયા હતા. દરમિયાન રીક્ષામાં પાછળ અગાઉથી મુસાફરના સ્વાંગમાં બસેલા ગઠીયાઓએ તેમના ખીસ્સા માંથી રૂ.18 હજારની કીમતનો મોબાઈલ ફોન તફડાવી લીધો હતો. મજુરાગેટ નજીક તેમને ઉતારીને રીક્ષા ચાલક અને તેના સાગરીતો નાસી છુટ્યા બાદ યશભાઈને તેમનો મોબાઈલ ફોન ચોરી થઈ ગયો હોવાની જાણ થતા તેમણે ફરીયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો