તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • સુરત ડુમસ રોડને આઇકોનિક રોડ બનાવવા સ્થાયી ચેરમેનની તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત-ડુમસ રોડને આઇકોનિક રોડ બનાવવા સ્થાયી ચેરમેનની તાકીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર | સુરત

શહેરમાંમહાકાય ઉધોગોને કારણે સમગ્ર દેશમાંથી અનેક લોકોની દિન પ્રતિદિન અવર જવર થતી હોય છે. ત્યારે શહેરના પ્રવેશદ્વારને નવી ઓળખ મળે તે માટે આઇકોનીક રોડ બનાવવાની કાર્યવાહી આગામી ત્રણ માસમાં શરૂ કરવામાં આવે તે માટે સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ નોંધ મુકી છે. તેની શરૂઆત સુરત ડુમસ રોડ પરથી કરવામાં આવ્યા બાદ તમામ પ્રવેશદ્વારના રસ્તા પણ તેજ પ્રમાણે વિકસાવવામાં આવે તેની કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

સુરત ડુમસ રોડને સીસી રોડ તો બનાવી દેવામાં આવ્યો છે પરંતુ રસ્તાની બંને બાજુ આકર્ષક લેન્ડસ્કેપીંગ, લાઇટીંગ, ફાઉન્ટેન, સ્કલપચર, એલઇડી સાઇનેજ બોર્ડ મુકવાની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. જ્યારે વિદેશોમાં રસ્તાની બંને તરફ આજ પ્રમાણેના રસ્તા વિકસાવવામાં આવ્યા હોય છે. તેના કારણે રસ્તાને નવી ઓળખ મળી રહે છે. જેથી શહેરમાં પણ આવી કાર્યવાહી કરવામાં આવે તો શહેરની મુલાકાતે આવનારાઓ પણ શહેરમાં થઇ રહેલા વિકાસની વાતો અન્ય શહેરોમાં પણ કરે તે માટે આઇકોનીક રસ્તા બનાવવા માટેની કાર્યવાહી તાકીદે કરવામાં આવે તેની નોંધ સ્થાયી સમિતિના ચેરમેન રાજેશ દેસાઇએ મુકી છે. જ્યારે શહેરના પ્રવેશ દ્વાર સમાન ઓલપાડ, કામરેજ, કડોદરા, ભેસ્તાન સહિતના મુખ્ય રસ્તાનો વિકાસ પણ આવી રીતે કરવામાં આવે તેવી પણ તાકીદ કરી છે.

શહેરના તમામ પ્રવેશ દ્વારના રસ્તા આવા બનાવો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો