• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્વાઇન ફ્લૂ રોગની સામે લીલા ગળાનો ઉકાળો ખૂબ લાભકારક

સ્વાઇન ફ્લૂ રોગની સામે લીલા ગળાનો ઉકાળો ખૂબ લાભકારક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વાઇનફ્લૂ સામે સામાન્ય ઘરગથ્થું ઉકાળા દ્વારા રક્ષણ મેળવી શકાય છે. લીલા ગળાનો ઉકાળો પીવાથી સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવી શકાય છે. બજારમાં ગળો (ગીલોઈ) આયુર્વેદિક ગોળીઓ પણ તૈયાર મળે છે તે પણ સવાર-સાંજ લેવાથી સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપે છે. સ્વાઇન ફ્લૂ કારણે જ્યારે શહેરમાં ભયનો માહોલ છવાયો છે. જોકે સ્વાઇન ફ્લૂથી સામાન્ય તકેદારી અને ઘરગથ્થું ઉપચાર દ્વારા બચી શકાય છે.

સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ આયુર્વેદાચાર્ય કનુભાઈ માવાણીએ જણાવેલા ઉપચાર પ્રમાણે લીલો ગળો લાવી તેને કાપીને રાત્રે પલાળી સવારે તેને અર્ધુ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી ત્યાર બાદ જે ઉકાળો વધે તેને સવાર-સાંજ અર્ધો-અર્ધો કપ લેવાથી સ્વાઇન ફ્લૂના રોગ સામે રક્ષણ આપે છે. તેવી રીતે સૂંઠ, મરી અને પીપરનો ઉકાળો પીવાથી પણ સ્વાઇન ફ્લૂના દર્દીઓ માટે લાભપ્રદ છે. સિવાય આયુર્વેદિક દવાની વાત કરીએ તો સંસમની વટી નં-3 ગોળી દિવસમાં ત્રણ વખત લઈ શકાય સાથે સુદર્શન ગન વટી પણ ત્રણ વખત લેવાથી ઈમ્યુનિટી પાવર વધે છે. ઉપરાંત ત્રિભુવન કીર્તિરસ મિશ્રણ 3 ગ્રામ, મધ અને આદુના રસ સાથે લેવાથી સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ આપે છે. દવાઓથી કોઈ આડઅસર થતી હોવાથી સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવી શકાય છે.

સંસમવટીની ગોળી પણ લાભદાયી

ત્રિભુવન કીર્તિરસ,મધ અને આદુના મિશ્રણનો ઉકાળો

અન્ય સમાચારો પણ છે...