તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હડતાળ 6:10 કલાકે પૂરી થઈ ને 6:45 કલાકથી સરવે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હડતાળ 6:10 કલાકે પૂરી થઈ ને 6:45 કલાકથી સરવે

સુરત| ગુરુવારે સાંજે એક તરફ આખો દિવસ કર્મચારીઓેએ હડતાળ પાડી આરામ કર્યો હતો ત્યાં જેવી 6:10ના હડતાળ પૂર્ણ થઈ કે 6:45થી સરવે શરૂ થઈ ગયો હતો. દર્શાવે છે કે નોટબંધીમાં ડિસ્કલોઝર લાવવા સીબીડીટીનું કેટલું પ્રેશર છે. ગત સાંજથી પિપલોદની હોટલ, વરાછાના ફૂટવેરના વેપારીને ત્યાં સરવે શરૂ કરાયો હતો જે શુક્રવારે પણ યથાવત રહ્યો હતો.

સામાન્ય રીતે આઇટીમાં સ્ટ્રાઇક હોય ત્યારે કર્મચારીઓ કદી કચેરીએ આવતા નથી. પરંતુ ગુરુવારે અેક ચોંકાવનારા અને સી.એ. જેને બોલ્ડ સ્ટેપ ક
હડતાળ 6:10 કલાકે પૂરી થઈ ને 6:45 કલાકથી સરવે

સુરત| ગુરુવારે સાંજે એક તરફ આખો દિવસ કર્મચારીઓેએ હડતાળ પાડી આરામ કર્યો હતો ત્યાં જેવી 6:10ના હડતાળ પૂર્ણ થઈ કે 6:45થી સરવે શરૂ થઈ ગયો હતો. દર્શાવે છે કે નોટબંધીમાં ડિસ્કલોઝર લાવવા સીબીડીટીનું કેટલું પ્રેશર છે. ગત સાંજથી પિપલોદની હોટલ, વરાછાના ફૂટવેરના વેપારીને ત્યાં સરવે શરૂ કરાયો હતો જે શુક્રવારે પણ યથાવત રહ્યો હતો.

સામાન્ય રીતે આઇટીમાં સ્ટ્રાઇક હોય ત્યારે કર્મચારીઓ કદી કચેરીએ આવતા નથી. પરંતુ ગુરુવારે અેક ચોંકાવનારા અને સી.એ. જેને બોલ્ડ સ્ટેપ કહે છે એવા એક નિર્ણયમાં સ્ટ્રાઇક પૂર્ણ થયા બાદ રેન્જ-9ના અધિકારીઓએ ડુમસ રોડ પરની બ્લેક પેપર હોટલ પર સરવે શરૂ કર્યો હતો. સંચાલકોએ નોટબંધીના બીજા દિવસે રૂપિયા 50 લાખ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. આથી અધિકારીએ સવાલ ઉઠાવ્યો કે શું નોટબંધી દરમિયાન લોકોએ 50 લાખનું ઝાપટી નાંખ્યું? સૂત્રોએ કહ્યું કે મોડીસાંજે એટલાં માટે સરવે કરાયો કે સમયગાળામાં હોટલમાં ભીડ જામતી હોય છે. એટલે ટર્નઓવરનો અંદાજ આવી શકે. હોટલ 2.50 કરોડનું ટર્નઓવર ધરાવે છે. રેન્જ-9ની એક ટીમે વરાછાના શાહ ફૂટવેરને ત્યાં તપાસ કરી હતી. રૂપિયા 50 હજારનું રિટર્ન ફાઇલ કરતાં દુકાનમાલિકે નોટબંધી દરમિયાન 65 લાખ બેન્કમાં જમા કરાવ્યા હતા. હાલ અધિકારીઓ ચોપડા ચકાસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો