તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રના નાક નીચે આવકના દાખલા કાઢવાનો વેપલો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વરાછાઅને પુણા ગામ સહિતના અનેક વિસ્તારોમાં કોઇ પણ પુરાવા વગર આઠ કલાક અને એક હજારમાં આવકનો દાખલો કાઢી આપતા એજન્ટોનો વીડિયો વાઇરલ થતાં હોબાળો મચી ગયો હતો.

એક એનજીઓએ નામ લખવાની શરતે જણાવ્યું હતું કે, કેટલાક વાલીઓ તેમની ઓફિસે આવકના દાખલા માટે 700-1000 રૂપિયા લેવાતા હોવાની ફરિયાદ સાથે આવ્યા હતા. તેમના દ્વારા કરવામાં આવેલી તપાસ જાણવા મળ્યું હતું કે, વરાછા અને પુણા વિસ્તારમાં 5-7 જેટલી ગેરકાયદેસર રીતે ચાલતી ઓફિસોમાં 1000 લઇ માત્ર 8 કલાકમાં લાઇટ બીલ, આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા પુરાવા પર આવકનો દાખલો કાઢી અપાઇ રહ્યાં છે. જેઓ તમામને સ્ટીંગ ઓપરેશનમાં ઝડપી પડાયા હતા. ખરેખર જે આવકનો દાખલો નાગરિક સુવિધા કેન્દ્ર પરથી 15 દિવસની અંદર તેમજ કોઇ પણ ચાર્જ વગર તૈયાર કરી આપવામાં આવે છે તે પુરાવો તૈયાર કરવા ગેરવ્યાજબી રીતે રૂપિયા પડાવી લેતાં આવા એજન્ટો દ્વારા લાખોનો ખેલ તંત્રની આખ નીચે થઇ રહ્યો છે. એનજીઓએ જ્ણાવ્યું હતું કે,આ બાબતે તેઓ મામલતદારને પણ મળ્યા હતા. જેઓ આવકના દાખલાઓ પર સહી કરી તેને ફાઇનલ કરી રહ્યા હતા. જેમાં અનેક એવા દાખલાઓ પણ હતા કે જે માત્ર લાઇટ બીલ કે આધાર કે પછી ચૂંટણી કાર્ડ પર તૈયાર થયા હતા. આવા અનેક સેન્ટરોમાં બેસી એજન્ટો દ્વારા તૈયાર કરાતા આવકના દાખલાઓ પાછળ કેટલું મોટુ કૌંભાડ હશે. જેને લઇ તેમની સંસ્થાએ કલેક્ટરને લેખિતમાં રજુઆત કરાઇ છે.

વરાછામાં એક હજાર રૂપિયામાં દાખલો કાઢી આપતાં સેન્ટર સામે ફરિયાદ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો