તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પિતાના દુષ્કર્મથી ગર્ભવતી થયેલી 12 વર્ષની કિશોરીએ સિવિલમાં બાળકને જન્મ આપ્યો

પિતાના દુષ્કર્મથી ગર્ભવતી થયેલી 12 વર્ષની કિશોરીએ સિવિલમાં બાળકને જન્મ આપ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર. સુરત | વ્યારામાં રહેતા સગા પિતાએ બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી થયેલી કતારગામની 12 વર્ષની કિશોરીએ સોમવારે નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. જેની જાણ સિવિલના તબીબો એ પોલીસ ને કરી હતી. આ પ્રકરણમાં અગાઉ નરાધમ પિતા સામે બળાત્કારની ફરીયાદ નોંધાતા તે ફરાર થઈ ગયો છે. કિશોરીની માતાની રજુઆત બાદ બાળકને દત્તક લેવાની મહેશ સવાણીએ તૈયારી દર્શાવી છે.

માતાએ કહ્યું, પુત્રીની ઉંમર નાની છે, લગ્ન નથી થયાં, બાળકનું શું કરૂ
કતારગામ વિસ્તારમાં રહેતી નિર્ભયા( નામ બદલ્યુ છે) ધોરણ 8માં અભ્યાસ કરે છે. તેના માતા-પિતાના છુટાછેડા થઈ ગયા બાદ તે તેની માતા સાથે નાની ના ઘરે રહેતી હતી. તેના પિતા વ્યારામાં રહેતા હોવાથી નિર્ભયા વેકેશનમાં રજાઓ દરમ્યાન પિતાને મળવા માટે જતી હતી. દરમ્યાન સગા પિતાએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા બાદ અવાર નવાર તેનો પિતા નાનીને નિર્ભયાની તબિયત અંગે અને માસિક આવવા બાબતે પુછપરછ કરતો હતો. જેથી શંકા જતા તેની માતાએ નિર્ભયાની પુછપરછ કરી હતી જેમાં તેના પિતાનો ભાંડો ફુટી ગયો હતો. પૂર્વ પતિની કરતુતની જાણ થયા બાદ નિર્ભયાની માતાએ તેની સામે કાકરાપાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ સોનગઢ પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી અને આગળની તપાસ સોનગઢ પોલીસે શરૂ કરી હતી. જોકે ફરીયાદની જાણ થતા નરાધમ પિતા ફરાર થઈ ગયો હતો. બળાત્કારનો ભોગ બનેલી પીડીતાની સિવિલ હોસ્પિટલમાં અગાઉ બે થી ત્રણ વખત સારવાર પણ લીધી હતી. સોમવારે સાંજે નિર્ભયાને પ્રસવ પીડા ઉપડ્યા બાદ સિવિલ હોસ્પિટલના ગાયનેક વોર્ડમાં સીઝર ઓપરેશન બાદ નિર્ભયાએ બાળકને જન્મ આપ્યો હતો. જેની જાણ તબીબો દ્વારા પોલીસને કરવામાં આ‌વી છે.

કિશોરીએ 2 કિગ્રાના બાળકને જન્મ આપ્યો
સિવિલ હોસ્પિટલમાં કિશોરીને પિડા વધુ થતી હોવાથી તબીબોએ સિઝર ઓપરેશન કર્યું હતું. જેમાં કિશોરીએ 2.10 કિલો વજનના બાળકને જન્મ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે આ પ્રકારે નાની ઉમરની કિશોરી આટલા તંદુરસ્ત બે કિલોથી વધુ વજનના બાળકને જન્મ આપે તેવું રેર કેસમાં બનતું હોય છે.

મહેશ સવાણીને રજૂઆત કરાઇ હતી
પુત્રી ગર્ભવતી હોય તેની માતા આશરે 20 દિવસ પહેલાં પી.પી.સવાણીના મહેશભાઈ સવાણીને મળ્યા હતા અને જણાવ્યું હતું કે મારી પુત્રી પર બળાત્કાર થયો છે અને તે અત્યારે ગર્ભવતી છે. નિર્ભયાની માતાની આપવીતી સાંભળી મહેશભાઈએ બાળકને દત્તક લેવાની અને જવાબદારી ઉપાડવાની તૈયારી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...