‘અધ્યાત્મ રાગ-દ્વેષના વરસાદથી બચાવે છે’

પાલના ઓમકારસૂરિ આરાધના ભવનમાં આજે દાદાગુરૂદેવ લબ્ધિસૂરિ મહારાજની 57મી પુણ્યતિથિ નિમિત્તે ગુણાનુવાદ સભાનું...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
‘અધ્યાત્મ રાગ-દ્વેષના વરસાદથી બચાવે છે’
માનવી સ્વયં આનંદનો મહાસાગર છે. તેની અંદર જ આનંદ હીલોળા લઈ રહ્યો છે. તે કોઈના પર આધારીત નથી. તેણે શું કામ કોઈની ગુલામી કરવા માટે જવું. આનંદ એ ભીખમાં મળતી વસ્તુ નથી. અધ્યાત્મ રાગ-દ્વેષના વરસાદથી બચાવે છે. આચાર્ય યશોવર્મસૂરિ મહારાજે આ શબ્દો પાલમાં કહ્યાં હતા.પાલના ઓમકારસૂરિ આરાધના ભવનમાં ગુરૂવારે દાદાગુરૂદેવ લબ્ધિસૂરિ મહારાજની 57મી પુણ્યતિથિની તૈયારીઓ પૂરી જોરશોરથી ચાલી રહી છે.

આ પ્રસંગે આચાર્ય યશોવર્મસૂરિ મહારાજે કહ્યું કે માનવી પાસે બધુ છે આનંદ નથી. તેના કારણે રાગ અને દ્વેષથી પીડીત થઈ રહ્યો છે. આવા સમયે દાદાગુરૂ લબ્ધિસૂરિ મહારાજના વચનો પ્રેરક છે. જૈન શાસનમાં અધ્યાત્મસાર જેવા ગ્રંથોમાંથી તેમણે શ્રાવકોને ઉત્તમ બોધ આપ્યા છે. સમારોહમાં શુક્રવારે સવારે ગુરૂ-પુષ્યામૃત યોગની પૂજા અને ત્યારબાદ દાદાગુરૂની 57મી પુણ્યતિથિની ઉજવણી અંગેના કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના દહેરાસરોમાં ઉપકરણના થાળ અર્પણ કરવામાં આવશે.

રિલિજિયન રિપોર્ટર | સુરત

X
‘અધ્યાત્મ રાગ-દ્વેષના વરસાદથી બચાવે છે’
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App