• Home
  • Daxin Gujarat
  • Latest News
  • Surat City
  • પે એન્ડ પાર્કની જગ્યાનો ગેરવહીવટ: તપાસ સમિતિ રચી રિપોર્ટ કરવા આદેશ

પે એન્ડ પાર્કની જગ્યાનો ગેરવહીવટ: તપાસ સમિતિ રચી રિપોર્ટ કરવા આદેશ

ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત મહાનગર પાલિકા એ વૈકલ્પિક આવક કરતાં પે એન્ડ પાર્કના ઈજારામા ગેરરિતીઓ ચાલી રહી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
પે એન્ડ પાર્કની જગ્યાનો ગેરવહીવટ: તપાસ સમિતિ રચી રિપોર્ટ કરવા આદેશ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર | સુરત

મહાનગર પાલિકા એ વૈકલ્પિક આવક કરતાં પે એન્ડ પાર્કના ઈજારામા ગેરરિતીઓ ચાલી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. આ અંગે અગાઉ દિલ્હીગેટ ખાતે પણ ઈજારો પૂરો થવા છતાં કોન્ટ્રાક્ટર બેરોકટોક ઉઘરાણા કરતો હોવાની વિપક્ષના વિજય પાનસુરિયાએ પણ ફરિયાદ કરી હતી. પરંતુ તેમ છતાં ભ્રષ્ટ તંત્રએ આવા ઈજારદાર સામે કોઈ કાર્યવાહી ન કરી ઈજારો લંબાવી આપ્યો હતો. ત્યારે હવે મસ્કતિ હોસ્પિટલ સામેના પે એન્ડ પાર્કના ઈજારદારનો પણ કોન્ટ્રાક્ટ પૂરો થઈ ને નવ મહિના ઉપર થવા છતાં ઈજારદાર પાર્કિંગના નામે ઉઘરાણી કરી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. એટલું જ નહી રિંગરોડ પર, દિલ્હીગેટ, કળશ સર્કલથી લઈ લાલદરવાજા સુધી પે એન્ડ પાર્કની જગ્યા પર અન્ય ધંધાઓ ધમધમી રહ્યાં છે અને ગેરવહીવટ ચાલી રહ્યો છે.

આ અંગેની વ્યાપક ફરિયાદોને પગલે આજે મળેલી સ્થાયી સમિતિ અધ્યક્ષ અનિલ ગોપલાણીએ તપાસના આદેશ આપ્યાં છે અને સમિતિ રચી આગામી 15 દિવસમાં રિપોર્ટ રજુ કરવા સુચના આપી છે.

X
પે એન્ડ પાર્કની જગ્યાનો ગેરવહીવટ: તપાસ સમિતિ રચી રિપોર્ટ કરવા આદેશ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App