બીમારીથી કંટાળી રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત

સુરત ઃ મગજની બીમારીથી કંટાળીને કતારગામના રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. કતારગામ ધનમોરા રોડ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
બીમારીથી કંટાળી રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત
સુરત ઃ મગજની બીમારીથી કંટાળીને કતારગામના રત્નકલાકારે ઝેરી દવા પી જીવન ટુંકાવી લીધું હતું. કતારગામ ધનમોરા રોડ શાંતીનગર સોસાયટી વિભાગ-1માં રહેતા જતીનભાઈ વિષ્ણુભાઈ પટેલ(45) હીરની ઓફીસમાં કામ કરતા હતા. છેલ્લા ત્રણેક મહિનાથી તેમને મગજની બીમારીની દવા ચાલી રહી હતી. સુરતની ખાનગી હોસ્પિટલ બાદ વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે તેમ છતા કોઈ રાહત ન થતા આખરે કંટાળીને તેમણે બુધવારે બપોરે પોતાના ઘરમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેમનું મોત થયું હતું. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.

X
બીમારીથી કંટાળી રત્નકલાકારનો ઝેરી દવા પી આપઘાત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App