Home » Daxin Gujarat » Latest News » Surat City » ક્રેડિટ લેપ્સ મામલે ચેમ્બરને બદલે હવે ફોગવા દિલ્હી ખાતે રજૂઆત કરશે

ક્રેડિટ લેપ્સ મામલે ચેમ્બરને બદલે હવે ફોગવા દિલ્હી ખાતે રજૂઆત કરશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:06 AM

બુધવારે ક્રેડિટ લેપ્સની સ્પષ્ટતાને લઇને મળેલી મીટિંગ બાદ ચેમ્બરનો યુ-ટર્ન વીવર્સ-ચેમ્બરના પ્રતિનિધિ...

  • ક્રેડિટ લેપ્સ મામલે ચેમ્બરને બદલે હવે ફોગવા દિલ્હી ખાતે રજૂઆત કરશે
    સોમવારે દિલ્હી ખાતે ચેમ્બરનું પ્રતિનિધિ મંડળ ક્રેડિટ લેપ્સની સ્પષ્ટતાં માટે ગયુ હતું. જેને લઇને બુધવારે ચેમ્બર ઓફ કોમર્સ ખાતે વીવર્સ સોસાયટી,ફોગવા, ફીયાસ્વી સહિતની સંસ્થાઓની મિટીંગ મળી હતી. જેના બીજા દિવસે ચેમ્બરે યુ-ટર્ન લઇ લેતાં હવે ફોગવા ક્રેડિટને લઇને દિલ્હીમાં રજુઆત કરશે.

    બુધવારે ચેમ્બરમાં આઇટીસી ક્રેડિટ લેપ્સ શબ્દને લઇને હવે વિવાદ શરૂ થઇ ગયો છે. જેમાં ફોગવા અને ચેમ્બર વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે. તા.21મી જુલાઇએ મળેલી કાઉન્સિલની મિટીંગમાં નાણામંત્રી પિયુષ ગોયલની ક્રેડિટ રિફંડ આપવા માટે જાહેરાત છતાં તેના જાહેર થયેલા ડિપાર્ટમેન્ટલ નોટીફિકેશનમાં તા.31 જુલાઇ સુધીની વીવીર્સની ક્રેડિટ લેપ્સ થશે તેવું ઉલ્લેખ કરાયું હતું. જેની સ્પષ્ટતાં માટે સોમવારે દિલ્હી ગયેલા ચેમ્બરના પ્રતિનિધિ મંડળને રેવેન્યુ ડિપાર્ટમેન્ટે અન્ય ડિપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરી નિર્ણય લેવા આપવામાં આવેલા આશ્વાસનને લઇને બુધવારે ચેમ્બરમાં ચેમ્બરના પ્રતિનિધિ મંડળ સાથે ફીયાસ્વી, ફોગવા અને વીવર્સ સોસાયટીના અગ્રણીઓએ મિટીંગ કરી હતી.જેમાં વીવર્સ અને ચેમ્બરના પ્રતિનિધિ મંડળ વચ્ચે થયેલા મતભેદ બાદ ક્રેડિટ લેપ્સને લઇને હવે વીવર્સ દિલ્હી રજુઆત કરશે તેમ જણાવી ચેમ્બરના પ્રતિનિધિ મંડળે યુ-ટર્ન લઇ લીધું છે.

    આ અંગે ફોગવા પ્રમુખ અશોક જીરાવાળાના જ્ણાવ્યાનુસાર, સરકારની ભાટાઇ કરવાની જગ્યાએ ઇન્ડસ્ટ્રીનું હિત વિચારવું જોઇએ. શુક્રવારે દિલ્હી ક્રેડિટ લેપ્સને લઇને આવેદન આપી મુલાકાતનો સમય માંગવામાં આવશે. ત્યારબાદ આવનારા અઠવાડિયે ક્રેડિટ લેપ્સને લઇને દિલ્હી ખાતે રજુઆત કરવામાં આવશે.

    હવે શહેર GST વિભાગ મેદાનમાં આવ્યો

    વીવર્સ પાસેથી યાર્ન ઉત્પાદકોના નામ સહિત બિલના પુરાવા માગ્યા

    સુરત ઃ એન્ટી પ્રોફીટીયરીંગ કમિટી બાદ હવે શહેરનો જીએસટી વિભાગ યાર્નની કિંમતને લઇને મેદાનમાં આવ્યું છે. વીવર્સ પાસેથી યાર્નની કિંમતના વધારાના બિલ સાથે યાર્ન ઉત્પાદકોના નામની માંગણી કરી છે. ઓક્ટોમ્બર-17માં જીએસટી કાઉન્સિલની મળેલી મિટીંગમાં યાર્ન પરના જીએસટી સ્લેબને 18ની જગ્યાએ 12 ટકાના ટેક્સ સ્લેબમાં લઇ જવાયું હતું. યાર્ન પરના ટેક્સ સ્લેબમાં ઘટાડો થયો હોવા છતાં તેની કિંમત ઘટાડવાની જગ્યાએ સ્પીનર્સે સિન્ડીકેટ કરીને દર મહિને સતત કિલોદીઠ રૂ.2થી 8 સુધીનો વધારો કરાયો છે. હાલમાં જ નાયલોન યાર્ન પર છેલ્લાં પખવાડિયામાં કિલોદીઠ રૂ.10 સુધીનો વધારો કરાયો છે. ત્યારે વીવર્સ વર્ગ દ્વારા એન્ટી પ્રોફીટીયરીંગ કમિટીને પગલાં લેવા કરાયેલી રજૂઆતથી હવે શહેરનો જીએસટી વિભાગ એક્ટીવ થયો છે. વીવર્સ પાસે યાર્નના વધારાની કિંમતના બિલ, યાર્ન ઉત્પાદકોના નામો માગ્યા છે. એન્ટી પ્રોફીટીયરીંગ કમિટીએ યાર્નની વધતી કિંમતના બિલ યાર્ન ઉત્પાદકોના નામની માંગણી કરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending