24 વર્ષે પુત્રએ કહ્યું પહેલીવાર પિતા શબ્દ બોલ્યો

24 વર્ષે પુત્રએ કહ્યું પહેલીવાર પિતા શબ્દ બોલ્યો

DivyaBhaskar News Network

Aug 10, 2018, 04:06 AM IST
બિહારના દેવરીયાથી ઘરે જવા માટે નીકળ્યા બાદ સુરત આવી ગયેલા અને પરિવાર જેને મૃત સમજી બેઠું હતું તેવા આધેડનો ગુરુવારે 24 વર્ષ બાદ પુત્ર, ભાઈ, સહિતના પરિવારજનો સાથે મિલાપ થયો હતો.

બિહારના છપરાના અસહની ગામ ખાતે રહેતા રાજનારાયણ પ્રજાપતિ(56) બિહારના દેવરીયા ખાતેથી 24 વર્ષ અગાઉ ઘર છોડીને સુરત આવી ગયા હતા. પરિવારે ભારે શોધખોળ બાદ પત્તો ન લાગતાં તેમને મૃત સમજી લીધા હતા. થોડા સમય પહેલાં પગમાં ઇન્ફેક્શન બાદ કોઇક રાજનારાયણને સિવિલમાં છોડી જતાં તબીબોએ સારવાર શરૂ કરી હતી. તેમનો એક પગ ઘુંટણની નીચેથી કાપવો પડ્યો હતો. રાજનારાયણની સાથે કોઈ દેખરેખ રાખી શકે તેમ ન હોવાથી તબીબોએ માનવસેવા ટ્રસ્ટના રાજેન્દ્ર ગૌતમનો સંપર્ક સાધ્યો હતો. રાજેન્દ્ર બિહારી ભાષા બોલતા હોવાથી તેમના પરિવાર અને વતન અંગે માહિતી મેળવવા માટે રાજેન્દ્ર ગૌતમે નવ દુર્ગા મહિલા મંડળનો સંપર્ક કર્યો હતો. મંડળના રેખા ઠાકુરે રાજનારાયણનો પરિવાર સાથે મિલાપ કરાવવા માટે તેમનો વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયા મૂક્યો હતો.રેખા ઠાકુર દ્વારા કરાયેલી મહેનત 24 કલાકમાં જ રંગ લાવી હતી. સવારે રાજનારાયણના પરિવારે તેમનો સંપર્ક કરતાં ફોન પર વાતચીત કરી. તેમના પરિવારના સભ્યો તેમને લેવા માટે ગુરુવારે સવારે સુરત આવ્યા હતા. બેંગલોર ખાતે રહેતો તેમનો પુત્ર સુમીત પ્રજાપતિ, નાનો ભાઈ રાજકુમાર, સાળી સીતાદેવી, સાળુભાઈ ભુમેશ્વર પંડિત સહિતના પરિવારજનો સિવિલ પહોંચ્યા હતા અને તેમનું પરિવાર સાથે મિલન થયું હતું. સિવિલમાં પહેલી વખત પિતાને જોઈ પુત્ર સુમીત ભાવુક થઇ કહ્યું કે બાળપણથી કોઈને પિતા કહ્યા ન હતા પિતા શબ્દ અમારી માટે અજાણ્યો શબ્દ હતો પિતા મળ્યા તેની ખુશી છે.

X
24 વર્ષે પુત્રએ કહ્યું પહેલીવાર પિતા શબ્દ બોલ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી