Home » Daxin Gujarat » Latest News » Surat City » ‘રિલાયન્સ જીયોમાંથી બોલું છું’ કહી વેપારી પાસેથી 1 લાખ પડાવી લીધા

‘રિલાયન્સ જીયોમાંથી બોલું છું’ કહી વેપારી પાસેથી 1 લાખ પડાવી લીધા

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:06 AM

છેતરપિડીં | બેંક બાદ હવે દેશની ખ્યાતનામ કંપનીના નામે ઠગાઈ અગાઉ પણ શહેરમાં ખુદ રિલાયન્સ જીયો કંપનીના...

  • ‘રિલાયન્સ જીયોમાંથી બોલું છું’ કહી વેપારી પાસેથી 1 લાખ પડાવી લીધા
    મુંબઈ રિલાયન્સ જીયો કંપનીમાંથી બોલું છું એમ કહી ટાવર ઊભો કરીને 30 હજારની કમાણી કરવાની લાલચ આપી ઈલેક્ટ્રીકલ વેપારીએ રૂપિયા 1 લાખથી વધુની રકમ ગુમાવી પડી છે. આ અંગે ‌વધુ એક ફરિયાદ અડાજણ પોલીસમાં નોંધાવાઈ છે. આ અગાઉ ખુદ રિલાયન્સ જીયો કંપનીના કર્મચારી સાથે આવી જ રીતે છેતરપિંડી થઈ હતી.

    અડાજણ પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ડભોલીગામ ખાતે કૃષ્ણ રો હાઉસમાં રહેતા રાજેશ શેષરાવ પાટીલની અડાજણમાં ઇલેક્ટ્રીકલની દુકાન છે. 20મી જૂને મુંબઈ રિલાયન્સ જીઓ કંપનીમાંથી આદિતી શર્મા બોલું છું એમ કહીને વેપારી સાથે વાત કરી ટાવર ઊભા કરવાની વાત કરી મહિને 30 હજાર કમાવવાની લાલચ આપી હતી. થોડા દિવસો પછી લેભાગુ ટોળકીએ બોગસ ડોક્યુમેન્ટો મોકલ્યા હતા. જેથી વેપારીએ ડોક્યુમેન્ટોને સાચા માનીને ટોળકીના ખાતામાંથી અલગ અલગ તારીખોમાં 1.02 લાખની રકમ મોકલી આપી હતી. થોડા દિવસો પહેલા રિલાયન્સ કંપનીનો જીઓનો કર્મચારી પણ આવી જ રીતે ટાવરના નામે છેતરાયો તે અંગેની તેને ખબર પડતા તેણે પણ અડાજણ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ અંગે અડાજણ પોલીસે વેપારીની ફરિયાદ લઈને ગુનો નોંધ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ