પગમાં ઈજા બાદ ચાલવામાં તકલીફ થતાં વૃદ્ધે ફાંસો ખાધો

ઉધનાના યુવકે ફાંસો ખાઈ આપઘાત કર્યો

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
પગમાં ઈજા બાદ ચાલવામાં તકલીફ થતાં વૃદ્ધે ફાંસો ખાધો
છ મહિના પહેલા પગમાં ઈજા થયા બાદ ચાલવામાં તકલીફ થતા ડિંડોલીના વૃદ્ધે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. બનાવ અંગે ડિંડોલી પોલીસે અકસમાત મોતની નોંધ કરી વધુ તપાસ શરૂ કરી હતી.

ડિંડોલી મહાદેવ નગર ખાતે રહેતા સુધાકરભાઈ છોટારામ ભાવસાર(76) નિવૃત્ત હતા. છ મહિના પહેલા તેઓ ઘર નજીક ખાડામાં પગ પડી જતા પગમાં મુઢ ઈજા થઈ હતી. જેથી તેમને ચાલવામાં તકલીફ થતી હતી. ધીમે ધીમે તેમનું સહારા વગર ચાલવાનું બંધ થઈ ગયું હતું અને એકલા ઘરની બહાર પણ જઈ શકતા ન હતા. જેને કારણે તેઓ હતાશ થઈ ગયા હતા અને બુધવારે સવારે પોતાના ઘરમાં ફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા તેમનો પુત્ર રાકેશ ઘરે દોડી ગયો હતો અને તેમને નિચે ઉતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

અન્ય એક બનાવમાં ઉધના પટેલ નગર ખાતે રહેતા ચાંદખાન રજાકખાન(28) સાડીનું સીલાઈનું કામ કરતા હતા. છેલ્લા કેટલાક દિવસથી કામ ધંધો બંધ હતો. દરમિયાન બુધવારે બપોરે તેમણે પોતાના ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે ઉધના પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

X
પગમાં ઈજા બાદ ચાલવામાં તકલીફ થતાં વૃદ્ધે ફાંસો ખાધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App