Home » Daxin Gujarat » Latest News » Surat City » પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ શરૂ રહેશે ઃ પ્રા. શિક્ષક સંઘ

પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ શરૂ રહેશે ઃ પ્રા. શિક્ષક સંઘ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:06 AM

સુરત ઃ પાલિકાના પ્રાથમિક શિક્ષકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતાં હાલ શિક્ષક સંઘ પ્રતીક ઉપવાસ પર...

  • પડતર પ્રશ્નોનો નિકાલ નહીં આવે ત્યાં સુધી પ્રતીક ઉપવાસ શરૂ રહેશે ઃ પ્રા. શિક્ષક સંઘ
    સુરત ઃ પાલિકાના પ્રાથમિક શિક્ષકોના વર્ષો જૂના પડતર પ્રશ્નોના નિકાલ નહીં આવતાં હાલ શિક્ષક સંઘ પ્રતીક ઉપવાસ પર બેસી ગયું છે. પાલિકા પ્રાથમિક શિક્ષક સંઘે ઉપવાસ આંદોલનનું કારણ જણાવતાં કહ્યું હતું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ આરટીઇના નિયમના વિરુદ્ધમાં જઈને 10 જેટલી શાળાઓને મર્જ કરી છે. તે સાથે તેમણે તાડવાડીની શાળા નં. 155ને બંધ કરી છે. તેમ છતાં ત્યાં ધો. 1થી 4નો અભ્યાસ ચાલે છે. એટલું જ નહીં, શાળા મર્જ કર્યા બાદ તે શાળામાં શિક્ષકોને સમાવવાના હોય છે તેની જગ્યાએ તેમણે શિક્ષકોને દૂર-દૂરની શાળામાં ટ્રાન્સફર આપી દીધું છે. આ માટે ચેરમેનને ઘણી વાર ફરિયાદ કરી છે. તેમ છતાં કોઈ જ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

    ઉપરાંત તેમણે શિક્ષકોની જાણ વિના જ તેમના પગારના ખાતા બેંક ઓફ બરોડાની જગ્યાએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. તેમ જ હજી સુધી શિક્ષકોને છઠ્ઠા પગાર પંચનો લાભ અપાયો નથી. જેથી અમારી ફરિયાદનું નિરાકરણ ના આવશે ત્યાં સુધી અમે પ્રતીક ઉપવાસ ચાલુ રાખીશું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending