તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

23મીએ પેરેન્ટીંગ પર બુક લોંચ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | શું તમારું બાળક શાળાએ જઇ રહ્યું હોય ત્યારે તેના શુઝની દોરી તમારે બાંધવી જોઇએ કે પછી બાળક શાળામાંથી પરત ફરે ત્યારે સ્કૂલ બસમાંથી તેના ઉતરતાની સાથે જ તમારે તેની બેગ ઉંચકી લેવી જોઇએ? શું તમે તમારા બાળકની વધુ પડતી કાળજી રાખો છો અથવા બાળકને વધુ પડતી સુવિધાઓ પૂરી પાડો છો? લેખક જય લીલાવાલાના 23મી ઓગસ્ટે રિલિઝ થતાં એમના પુસ્તક ‘નર્ચરિંગ લિટલ હ્યુમન્સ’માં આ પ્રશ્નોનો જવાબ મળી રહેશે. શહેરના રાહુલરાજ મોલ ખાતે પુસ્તકનું અનાવરણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...