• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વણકર માર્કેટમાં ડુપ્લિકેટ ચાવીથી 3.30 લાખ ચોર્યા

વણકર માર્કેટમાં ડુપ્લિકેટ ચાવીથી 3.30 લાખ ચોર્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ભટાર ઉમાભવન રહેતા સાડીના વેપારી શંકરભાઈ ભીમનદાસ પંજવાનીની વણકર ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી દુકાનમાંથી ગઈ ત્રીજી તારીખે રાત્રે 11.09 વાગ્યે એક શખ્સ મોઢા પર રૂમાલ બાંધીને દુકાનના તાળાને ડુપ્લિકેટ ચાવીથી ખોલે છે અને ઓફિસના ગલ્લાને કોઈ સાધન વડે તોડીને તેમાંથી 3.30 લાખની રોકડ ચોરી કરી 11.29 વાગ્યે દુકાનમાંથી બહાર નીકળતો દેખાય છે. દુકાનમાં રોકડ રકમ ઓફિસના ગલ્લામાં મૂકી હતી. આ રોકડ ધંધાની હતી. કોઈ જાણભેદુએ આ ચોરીને અંજામ આપ્યો હોય એવી શંકા વ્યક્ત કરાઈ રહી છે. ચોરી કરવા માટે આવેલો શખ્સ મોઢા પર રૂમાલ અને ચશ્માં પહેરીને આવ્યો હતો. હાલમાં સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...