સ્વતંત્ર દિનને ધ્યાને લઇ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું

ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટને ધ્યાને લઇ સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:06 AM
સ્વતંત્ર દિનને ધ્યાને લઇ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

સ્વતંત્રતા પર્વ 15મી ઓગસ્ટને ધ્યાને લઇ સુરત રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડ અને બોંબ સ્ક્વોડની મદદથી સ્ટેશન પર પાર્કિંગ, વેઇટિંગ રૂમ, પાર્સલ એરિયા, ટ્રેનો અને મુસાફરોના સામાન ચેક કરવામાં આવ્યા હતા. જીઆરપીના ઇન્ચાર્જ પીઆઇ આર. આઈ. મન્સુરીએ જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટને ધ્યાને લઈ સુરત રેલવે સ્ટેશન પર સ્પેશિયલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે સ્વતંત્રતા દિને આતંકીઓ ભારતીય સેનાના કેમ્પો પર મોટા હુમલા કરવાના કાવતરાં રચી રહ્યાં છે.

X
સ્વતંત્ર દિનને ધ્યાને લઇ રેલવે સ્ટેશન પર ચેકિંગ હાથ ધરાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App