જિંગા તબીબના ઘરેથી રૂ. 40 લાખની ચોરી, સૂત્રધાર ઝબ્બે

રાંદેરમાં થયેલી ચોરીના કેસમાં ક્રાઈમ બ્રાંચને સફળતા મુખ્ય સૂત્રધાર મકર ઉર્ફે હરીશ લાંબાએ ચોરીના...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:05 AM
જિંગા તબીબના ઘરેથી રૂ. 40 લાખની ચોરી, સૂત્રધાર ઝબ્બે
રાંદેરમાં જિંગાના તબીબના ઘરમાંથી 40.73 લાખની ચોરીમાં ક્રાઇમ બ્રાંચે નેપાળી ગેંગને દબોચી લીધી છે. આ ગેંગ નેપાળી વોચમેન હોય તેવા એરિયામાં રેકી કરી ચોરી કરતા હતા. જિંગાના તબીબના ઘરમાંથી બે નેપાળીઓએ ચોરીની ટ્રિપ આપી હતી. જેમાં એકનું નામ હિમ્મત વીરભાન સાઉદ અને બીજાનું નામ લાલ બહાદુર ઉર્ફે કોમલ સાહિલસિંગની ધરપકડ કરવામાં આવી હતી.

આ બન્ને ચોરોએ તેના અન્ય એક સાગરીત દીપક સાઉદ અને લામાનો સંપર્ક સાધીને ચોરી કરવા માટે સુરત બોલાવ્યા હતા. ત્રણેય ચોરો લાખોની ચોરી કરીને નેપાળ ભાગી ગયા હતા. જેમાં ક્રાઇમ બ્રાંચે બાતમીને આધારે મુખ્ય સૂત્રધાર મકર ઉર્ફે હરીશ લાંબા ઉર્ફે રાજુ ઉર્ફે શંકર ડીગબહાદૂર તમંગને અડાજણ વિસ્તારમાં આવેલ જ્યોતિગાર્ડન પાસેથી તેમને દબોચી લેવામાં આવ્યો હતો.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર મકર ઉર્ફે હરીશ લાંબા ચાર વર્ષ પહેલાં દેવીસિંગ નામના સંપર્કમાં આવી મુંબઈમાંથી 80 તોલાનાં ઘરેણાં પણ ચોરી કર્યાં હોવાની વાત કબૂલી છે. શોર્ટ કટમાં રૂપિયા કમાવવા માટે દેવીસિંગ અને જાગી સાથે નેપાળથી ભારત ચોરી કરવા માટે આવતા હતા.

મુંબઈ, થાણે, દિલ્હીમાં અલગ-અલગ જગ્યાએ આ ટોળકીએ ચોરી કરી હોવાની વાત સામે આવી છે. ટોળકીએ સોનું અને ડોલર વટાવીને 8 લાખની નેપાળી રૂપિયા મેળવ્યા હતા. ચોરીના રૂપિયાથી તેણે મકાન બનાવી પ્લોટ ખરીદ્યો હતો. રૂપિયા પૂરા થઈ જતાં તેણે સુરત આવી અડાજણ શાંતિનગર પટ્રોલપંપ પાસે ચોરી કરી હતી. અડાજણ પોલીસનો ગુનો પણ ઉકેલી કાઢ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એમ.એસ.ત્રિવેદી અને સ્ટાફના સત્યપાલસિંહ અને દિગ્વિજયસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

X
જિંગા તબીબના ઘરેથી રૂ. 40 લાખની ચોરી, સૂત્રધાર ઝબ્બે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App