તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉચ્ચ માધ્યમિકના શિક્ષકોની ‘ટાટ’ 28મી ઓક્ટોબરે લેવાશે

ઉચ્ચ માધ્યમિકના શિક્ષકોની ‘ટાટ’ 28મી ઓક્ટોબરે લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ માધ્યમિક કે પછી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા ટીચર ઍપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે ‘ટાટ’ લેવાય છે. ત્યારે 4 વર્ષ પહેલા શિક્ષણ બોર્ડે ટાટ લીધા બાદ આ વખતે રાજ્ય પરીક્ષા બોર્ડ લેવા જઈ રહી છે. જે મુજબ 28મી ઓક્ટોબરે ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ટાટ લેવાશે. ગયા મહિને જ તેમણે માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટાટ લીધા બાદ ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકો માટેની ટાટની તારીખ જાહેર કરી છે. જે મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ ટાટ 28મી ઓક્ટોબરના રવિવારના રોજ લેનારી છે. આ પરીક્ષા માટેની હોલટીકીટ 15મી ઓક્ટોબરના રોજ બપોરે 2 કલાકથી 28મી ઓક્ટોબર સુધી ઓજસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. સુરત સહિત રાજ્યભરના 1,07,000 ઉમેદવારો પરીક્ષા અપાવવા માટે પોતાના નામ નોંધાવ્યા છે. રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ટાટ વર્ષ 2014માં લેવાય હતી. જેના બાદ પરીક્ષા લેવાની જવાબદારી રાજ્ય પરીક્ષા બોર્ડને સોંપાઈ હતી.રાજ્ય પરીક્ષા બોર્ડ પહેલીવાર ટાટની લેવા જઈ રહી છે. આ વખતે ટાટમાં સૌથી વધુ 20 હજાર ઉમેદવારો ગુજરાતી વિષયમાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...