તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat રેર પોલકી ડાયમંડથી બનેલો 45 લાખનો સેટ પ્રદર્શનમાં રજૂ કરાયો

રેર પોલકી ડાયમંડથી બનેલો 45 લાખનો સેટ પ્રદર્શનમાં રજૂ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તુષાર ચોક્સીએ કહ્યુ હતું કે ‘આ સેટની વિશેષતા 10 કેરેટના ડાયમંડ છે. આ ડાયમંડ શોધતા અમને 6 મહિનાનો સમય લાગ્યો હતો, જ્યારે બે મહિનાની મહેનત પછી આ સેટ તૈયાર થયો છે. સેટની કિંમત 45 લાખ રૂપિયા છે, જેમાં 70 કેરેટના પોલકી ડાયમંડ, 1002 કેરેટના સ્ટોન અને 700 ગ્રામ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જ્વેલરી પર થયેલી પેઇન્ટિંગ લોંગ લાસ્ટિંગ
સિદ્ધાર્થ પચ્ચીગર કહે છે કે ‘આ સેટની વિશષતા છે એમાં કરવામાં આવેલી પેઇન્ટિંગ.! આ પેઇન્ટિંગ આજીવન નેકલેસ પર રહેશે. ત્રણ વખત પ્રક્રિયા કરીને જ્વેલરી બનાવવામાં આવે છે,જેમાં 9 કુંદન અને 55 ગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેની કિંમત અઢી લાખ રૂપિયા છે. જે એકદમ ટ્રેડિશનલ ટચ આપે છે.

243 નંગ કુંદનથી તૈયાર થઇ આ ટેમ્પલ જ્વેલરી
સૌરભ ગન્ના કહે છે કે ‘આ ટેમ્પલ જ્વેલરી બનાવતા 15 દિવસનો સમય લાગ્યો હતો, જેમાં 220 નંગ પોલકી, કુંદન 243 નંગ, સ્ટોન 2 ગ્રામ, મોતી 3 ગ્રામ સોનું 183 ગ્રામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેમ્પલ જ્વેલરી હાલ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખાસ કરીને લગ્નમાં મહિલાઓ ટેમ્પલ જ્વેલરીની વધારે ડિમાન્ડ કરે છે.

અન્ય સમાચારો પણ છે...