તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પુણાના યુવકે 5 લાખની પર્સનલ લોન લેવામાં 5.53 લાખ ગુમાવ્યા

પુણાના યુવકે 5 લાખની પર્સનલ લોન લેવામાં 5.53 લાખ ગુમાવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત : મોબાઈલ પર કોલ આવ્યો કે તમારે લોન લેવી છે તો સામેથી યુવકે 5 લાખની પર્સનલ લોન માંગી તો ઈશ્યોરન્સ અને પ્રોસેસના નામે 5.53 લાખની રકમ ઠગ ટોળકીએ પડાવી હતી.

પુણા તળાવની સામે સુંદરબાગ સોસાયટીમાં રહેતા અને સાડીઓમાં સ્ટોનનું જોબવર્ક કરતા ઉદય કરશનભાઈ માંગરોળીયા પર બીજી જુલાઈએ મનોજ તિવારી નામના શખ્સનો કોલ આવ્યો હતો. 5 લાખની પર્સનલ લોનની બાબતે ઉદયભાઈએ તિવારીના વોટ્સએપ પર ડોક્યુમેન્ટો મોકલ્યા હતા. બીજા દિવસે ઠગ ટોળકીએ 7 લાખની પર્સનલ લોન મળી શકે છે એમ કહ્યું હતું. જેની સામે ઉદયભાઈએ 5 લાખની લોન લેવાની વાત કરી હતી. શરૂઆતમાં ટોળકીએ પ્રોસેસ અને ઈશ્યોરન્સના નામે 1.18 લાખની રકમ પડાવી બાદમાં ટુકડે ટુકડે કરીને 5 લાખની પર્સનલ લોનની સામે 5.53 લાખની રકમ પડાવી લઈ લોન આપી ન હતી. જોબવર્કનું કામ કરતા વેપારીએ પર્સનલ લોન લેવા માટે 5.53 લાખની રકમ મિત્રો પાસેથી ઉછીની લઈને આપી હતી. પુણા પોલીસે મોબાઈલ પર વાત કરનાર મનોજ તિવારી, અભિષેક તિવારી, શુકલાજી, રજનજી અને સચીનજી નામના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...