તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • વેસુ વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન કેસમાં વૃદ્ધનું મોત

વેસુ વીઆઇપી રોડ પર હિટ એન્ડ રન કેસમાં વૃદ્ધનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | વેસુમાં બે મહિના અગાઉ બનેલી હીટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વેસુ સ્પર્શ એપાર્ટમેન્ટ ખાતે રહેતા જ્યોતિષચંદ્ર દાસ(62) ગત 3 જુનના રોજ વેસુ વીઆઈપી રોડ નંદની-3ની પહેલા ચાર રસ્તા પાસેથી પસાર થતા હતા. એક કાર ફોર વ્હીલના ચાલકે તેમને અડફેટમાં લીધા હતા નાસી છુટ્યો હતો. જેથી ગંભીર રીતે ઘવાયેલા જ્યોતિષચંદ્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાતાં સારવાર બાદ સોમવારે મોત થયું હતું. બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...