તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ગરબા રમતી વખતે મોબાઇલ સચવાય એ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં બનાવ્યા પોકેટ.!

ગરબા રમતી વખતે મોબાઇલ સચવાય એ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં બનાવ્યા પોકેટ.!

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

ખેલૈયાઓની સૌથી મોટી ચિંતા હોય છે ટ્રેડિશનલ ડ્રેસમાં મોબાઇલ ક્યાં રાખ‌વો.ω જો કે શહેરના એક ફેશન ડિઝાઇનરે આનું સમાધાન શોધી લીધું છે. રોશની એકબરીએ એવા ચણીયા-ચોલી ડિઝાઇન કર્યાં છે, જેમાં પોકેટની સુ‌વિધા આપવામાં આવી છે. જેને પર્સ તરીકે પણ રાખી શકાય છે. નવરાત્રિ ટ્રેન્ડને એન્હાન્સ કરી અને તમારા કમ્ફર્ટને ધ્યાનમાં રાખી યુટિલિટી ઘાઘરા-ચોલી અને યુટિલિટી બેલ્ટ પોકેટ પણ ડિઝાઇન કરવામાં આવ્યા છે.

DAY

TO

GO

ઘાઘરા ચોલીમાં પણ આ પોકેટ્સને કસ્ટમાઇઝ કરાવી શકાય છે
ફે શન ડિઝાઇનર રોશની અકબરી કહે છે કે ‘નવરાત્રિમાં બહાર ગરબા રમવા જતી વખતે ફોન રાખવાની અને પૈસા રાખવાની ઘણી સમસ્યા ખેલૈયાઓને થતી હોય છે. આ માટે સુરતીઓ માટે સ્પેશિયલ યુટિલિટી પોકેટ અને યુટિલિટી બેલ્ટ પોકેટ ડિઝાઇન કરવામાં આવ્યા છે. આ પોકેટ્સ રેડિમેડ ઘાઘરા ચોલીમાં પણ મળી શકે છે અને તમારા ઘાઘરા ચોળીમાં પણ આ પોકેટ્સને કસ્ટમાઇઝ કરાવી શકાય છે. આ સાથે યુટિલિટી પોકેટ્સ પણ કેરી કરી શકાય છે. જેની સાઇઝ 5 બાય 4.5 ઇંચ ની છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે કસ્ટમાઇઝ કરાવી શકો છો.ખાદી મટિરિયલથી બનેલા પોકેટ્સમાં મેટ લુક આપશે અને ખાદી હોવાથી આ પોકેટ્સ ડ્યુરેબલ પણ છે અને તમારા ઘાઘરા-ચોલી સાથે મેચ પણ થશે અને બધા જ કલર્સમાં અવેલેબલ છે. સાર્ટિનથી ડિઝાઇન કરેલા યુટિલિટી પોકેટ તમને શાઇની લુક આપશે. યુટિલિટી બેલ્ટ પોકેટમાં પીયુ લેધરનો બેસ્ટ રાખવામાં આવ્યો છે. જેના આગળના ભાગમાં કચ્છી પેચ રાખવામાં આવ્યા છે. જેનાથી ખેલૈયાઓને એમનો સામાન મુકવામાં સરળતા રહે છે, જેની સાઇઝ 5.5 બાય 5.5 ઇંચ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...