તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિનમાં 5.50 લાખનો વિદેશી દારૂ પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સચિન હાઇવેની ગભેણી ચોકડી પાસેથી સચીન જીઆઇડીસી પોલીસે બાતમીના આધારે સોમવારે વહેલી સવારે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર પકડી પાડ્યું હતું આ કન્ટેનરમાં 5.50 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો કન્ટેનર ચાલક સહિત બે જણાને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે અન્ય બે બુટલેગરને સચિન જીઆઈડીસી પોલીસે ભાગેડું જાહેર કર્યા છે. મળતી માહિતી અનુસાર વધુમાં આ દારૂ રાજસ્થાનથી કન્ટેનરમાં ભરીને લાવવામાં આવ્યો હતો અને સુરતમાં સપ્લાય કરવા મદન સિંહ રાવત અને ધર્મેન્દ્રસિંહ રાવત રાજસ્થાનથી આવ્યા હતા. નવાઈની વાત એ છે કે છેક રાજસ્થાનથી સુરત સુધી કન્ટેનરમાં લાખોનો દારૂ સુરતમાં આવ્યો છતાં રસ્તામાં કોઈપણ જગ્યાએ આ કન્ટેનરની તપાસ કરાઇ ન હતી. સચિન જીઆઇડીસી પોલીસે રૂપિયા 5.50 લાખના દારૂ સાથે કન્ટેનર મળીને કુલ 15.50 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...