તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચક્કાજામ કેસમાં હાર્દિકની કઠોર કોર્ટમાં હાજરી

ચક્કાજામ કેસમાં હાર્દિકની કઠોર કોર્ટમાં હાજરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આંદોલન દરમ્યાન અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પરત ખેંચવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જોકે, કામરેજમાં થયેલા ચક્કાજામના કેસમાં કોર્ટમાં પાસ આગેવાન હાર્દિક પટેલે આપેલી હાજરી સામે કેસ પરત ખેંચવા સરકારનો પરિપત્ર છતાં 10 મહિનાથી તેના પર કાર્યવાહી નહી થતાં હાર્દિકના વકીલ યશવંતસિંહ વાળાએ કોર્ટમાં જવાબદાર અધિકારીઓનો ખુલાસો મેળવવા અરજી કરી છે.

ચોર્યાસી ટોલનાકે ચક્કાજામ પ્રકરણમાં હાર્દિક પટેલ ઉપર કામરેજ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. જેની સુનાવણી માટે હાર્દિક પટેલ મંગળવારે કઠોરની કોર્ટ સમક્ષ હાજર થયો હતો.જેને પગલે તેના વકીલ યશવંતસિંહ વાળાએ કઠોર કોર્ટમાં અરજી કરી હતી કે, રાજ્યસરકારે પાટીદાર આંદોલન દરમ્યાન વિવિધ પોલીસ સ્ટેશનમાં થયેલા કેસો ડિસ્ચાર્જ કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો પરિપત્ર તા.10-10-17ના રોજ જાહેર કરી દેવાયો હોવા છતાં આ કેસમાં ડિસ્ચાર્જ હેઠળ હોવા છતાં તેના પર કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે તે અંગે જે તે જવાબદાર અધિકારીનો ખુલાસો મેળવ્યા બાદ જ કાર્યવાહી હાથ ધરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...