તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સચિનમાં સાપે ડંખ મારતાં બાળકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | સચિનના પારડીમાં અંધારા ખુણામાં સીલીન્ડરની પાછળ પડેલુ રમકડુ કાઢવા ગયેલા બાળકને સાંપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે સચીન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. સચિન પારડી ગામ સેજલ નગર ખાતે રહેતા જેશાભાઈ ચાવડા છ મહિના પહેલા રોજગાર માટે વતનથી સુરત આવ્યા હતા અને મજુરી કરી ગુજરાન ચલાવે છે. તેમનો પુત્ર અનિલ(10) ધોરણ 3માં અભ્યાસ કરતો હતો. ગઈ તા.18 ઓગસ્ટે અનિલ ઘરમાં અંધારા ખુણામાં મુકેલા ગેસ સીલીન્ડરની પાછળથી રમકડુ કાઢવા માટે ગયો હતો. દરમ્યાન સીલીન્ડરની પાછળ છુપાયેલા સાંપે તેની આંગળી પર ડંખ માર્યો હતો. કોઈક જનાવર કરડ્યું હોવાની જાણ થતા અનિલને નજીકના સરકારી દવાખાને લઈ ગયા હતા. ત્યાંથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી તેને રવિવારે સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં ટુંકી સારવાર બાદ તેનું સોમવારે સવારે મોત થયું હતું. સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી.

અન્ય સમાચારો પણ છે...